એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 17th April 2018

યુ.એસ.માં ન્‍યુયોર્કના રજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર શ્રી કેવિન થોમસએ ઉમેદવારી પાછી ખેંચી લીધીઃ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવા થઇ શકશે તેમ લાગતા ૬ઠ્ઠા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઉમેદવારી નોંધાવી

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્કના બીજા કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન એટર્ની શ્રી કેવિન થોમસએ  ઉમેદવારી પાછી ખેંચી લઇ હવે ૬ લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી સ્‍ટેટ સેનેટમાં ઉમેદવારી નોંધાવી છે.

આ બાબતે ચોખવટ કરતા તેમણે જણાવ્‍યું હતું કે તેઓ સ્‍ટેટ સેનેટમાં ન્‍યુયોર્કના પ્રજાજનોની વધુ સારી સેવાઓ કરી શકશે ઉપરાંત ડેમોક્રેટીક પાર્ટીએ પણ તેમની આ ઉમેદવારીને સમર્થન ઘોષિત કર્યુ છે તેઓ વર્તમાન રિપબ્‍લીકન સેનેટર કેમ્‍પ હેન્‍નોનને મહાત કરવા માંગે છે જે સ્‍પર્ધા રોમાંચક બની રહેશે તેવું તેમણે જણાવ્‍યું હતું.

તેઓ ન્‍યાયથી વંચિત તેવા પ્રજાજનોને ન્‍યાય અપાવવા સંઘર્ષ કરવા માંગતા હોવાનું જણાવે છે તથા તમામને સમાન તક આપવાનું અમેરિકાનું ડ્રીમ સાચુ પાડવા માંગે છે

(9:29 pm IST)