એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 17th April 2018

ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન મહિલા સાઇકિઆટિસ્‍ટ ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીઃ ‘‘પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ કમિટી''માં નિમણુંક

ટેન્‍નેસીઃ અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં ૩૦ જેટલી નવી નિમણુંકો કરાઇ છે જેમાં ઇન્‍ડિયન અમેરિકન સાઇકિઆટિસ્‍ટ મહિલા ડો.વિજયાલક્ષ્મી એપ્રેડેડીનો સમાવેશ કરાયો છે. તેઓને ‘‘ પિપલ વીથ ઇન્‍ટેલેકચ્‍યુઅલ ડીસએબિલીટીઝ'' કમિટીમાં નિમણુંક અપાઇ છે. જે બાકી રહેતી ૨ વર્ષની ટર્મ માટેની હોવાથી તેઓ ૧૧મે ૨૦૧૯ સુધી હોદા ઉપર ચાલુ રહેશે.

આ ઇન્‍ડિયન અમેરિકન ફીઝીશીયન મહિલા ડો. વિજયાલક્ષ્મી છેલ્લા ૨ દસકાથી ફીઝીશીયન તરીકે પ્રેકટીસ કરી રહ્યા છે. જેમણે ઓસ્‍માનિઆ મેડીકલ કોલેજમાંથી ડીગ્રી મેળવેલી છે. તેમજ તેઓ ચટ્ટનૂગા ટેન્‍નેસીમાં સાઇકિઆટીસ્‍ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે તેઓ અમેરિકન બોર્ડ ઓફ સાઇકિઆટ્રી એન્‍ડ ન્‍યુરોલોજી દ્વારા અધિકૃત થયેલા છે તથા અલબામા, ટેન્‍નેસી અને જયોર્જીયામાં પ્રેકટીસ માટેનું લાયસન્‍સ ધરાવે છે. 

(9:28 pm IST)