એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 17th April 2018

યુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટરઃ ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ મળેલા વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીનું ઉદબોધન

હયુસ્‍ટનઃ યુ.એસ.માં ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટીના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત ‘‘હિન્‍દુ અમેરિકન ફાઉન્‍ડેશન (HAF)'' હયુસ્‍ટન ચેપ્‍ટર આયોજીત વાર્ષિક ગાલા પ્રોગ્રામમાં ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ કોંગ્રેસમેન ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ મુખ્‍ય વકતા તરીકે હાજર રહી ઉદબોધન કર્યુ હતું. પ્રોગ્રામમાં HAF માટે ૧,૩૦,૦૦૦ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું.

આ તકે ઉપસ્‍થિત કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિશ્નામુર્થીએ HAF દ્વારા હાથ ધરાતી ઇન્‍ડિયન અમેરિકન કોમ્‍યુનીટી માટેની પ્રવૃતિઓને બિરદાવી હતી તથા હિન્‍દુ સંસ્‍કૃતિને ઉજાગર કરવા બદલ પ્રશંસા કરી હતી.

HAF બોર્ડ મેમ્‍બર શ્રી રિષી ભુટાડાએ કેલિફોર્નિઆની ટેકસબુકોમાં વિદ્યાર્થીઓને ભણાવાતા હિન્‍દુઝમ તથા ભારતીયો વિષેના વિકૃત પ્રચારને વખોડી કાઢયો હતો. તથા ટેકસાસની સ્‍કૂલોમાંથી આવા વિકૃત પ્રચારનો વિરોધ નોંધાવતા ૧૦૦ જેટલા ચાર્જીસ લગાવાયા હોવાનું જણાવ્‍યું હતું.

શ્રી ક્રિશ્નામુર્થીએ H-1B વીઝા, વોટીંગ રજીસ્‍ટ્રેશનનું મહત્‍વ, હિન્‍દુ ધર્મની મહાનતા, અહિંસા, ધર્મ, ભક્‍તિ,સેવા,વસુધૈવ કુટુંબકમ, સહિતની બાબતો માટે ગૌરવ વ્‍યક્‍ત કર્યુ હતું.

આ તકે સેવા ઇન્‍ટરનેશનલ દ્વારા હરિકેન વાવાઝોડા વખતે કરાયેલી સેવાઓ બદલ એવોર્ડ એનાયત કરાયો હતો. જે પ્રેસિડન્‍ટ શ્રી ગિતેશ દેસાઇએ SEWA વતી સ્‍વીકાર્યો હતો.

સુશ્રી આયેશા મહેતાએ ટેકસ બુકોમાં દર્શાવાતો હિન્‍દુઓ વિષેનો વિકૃત પ્રચાર અંગે માહિતી આપી તેના ખરાબ પરિણામો અંગે જાણકારી આપી હતી.

HAFના કો.ફાઉન્‍ડર શ્રી મિહિર મેઘાણી કે જે દર વર્ષે પોતાની આવકનો પચ્‍ચીસ ટકા હિસ્‍સો HAFને ડોનેશન રૂપે આપે છે તેમણે સહુને ડોનેશન માટે પ્રેરણા આપી હતી.

(10:06 pm IST)