એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th April 2018

‘‘અમેરિકામાં ઉલટી ગંગા'': ઓછી આવક ધરાવતા લોકોમાં ટેન્‍શનનું પ્રમાણ ઓછું : ‘‘ચેન્‍જીંગ લાઇવ સર્વે'' અંતર્ગત કુંવારા તથા પરણેલા સહિત ૩ હજાર ઉપરાંત લોકોને પુછાયેલા પ્રશ્નોના જવાબમાં જાણવા મળ્‍યા મુજબ વાર્ષિક ૩૯ લાખથી ઓછી આવક હોય તો ટેન્‍શન ઓછુ

વોશીંગ્‍ટન : અમેરિકાના સોશીઅલ સાયન્‍સ રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયેલા ‘‘ચેન્‍જીંગ લાઇવ સર્વે''માં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જે મુજબ વાર્ષિક ૩૯ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લોકોમાં ટેન્‍શનનું પ્રમાણ ઓછુ જોવા મળે છે.

ર૪ વષીથી ૮૯ વર્ષની ઉંમર સુધીના કુંવારા, પરણેલા, તેમજ નવપરિણિત તેવા ૩૬૧૭ લોકોના સર્વેમાં પૂછાયેલા સામાજીક મનોવૈજ્ઞાનિક, માનસિક તથા શારિરીક આરોગ્‍યને ઉપરોકત ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જે મુજબ વાર્ષિક ૩૯ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવનારા લોકોમાં ટેન્‍શનનું પ્રમાણ ઓછું જોવા મળ્‍યું હતું.

(10:40 pm IST)