એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th April 2018

જાપાનના ઇમિગ્રેશન ડીટેન્‍શન સેન્‍ટરમાં છેલ્લા ૧૦ માસથી સબડી રહેલા ભારતના ૩૦ વર્ષીય યુવાનનું મોત : શાવર રૂમમાં ગળે ટુવાલનો ટુંપો દીધેલી હાલતમાં મળી આવતા આત્‍મહત્‍યા હોવાનું અનુમાન

ટોકિયો : જાપાનાના ઇમીગ્રેશન ડીટેન્‍શન સેન્‍ટરમાં છેલ્લા ૧૦ માસથી સબડી રહેલા ભારતીય મૂળના ૩૦ વર્ષીય યુવાનનું મોત થયું છે. જે આત્‍મહત્‍યા હોવાનું અનુમાન છે.

ડીટેન્‍શન સેન્‍ટર દ્વારા રજૂ આ ભારતીયની ઓળખ જાહેર કરાઇ નથી. જે આજ શુક્રવારના રોજ શાવર રૂમમાંથી ગળે ટુવાલ બાંધેલી હાલતમાં મળી આવ્‍યો હતો. જેના શ્વારછોશ્વાસ બંધ હોવાનું લાગતા તેને હોસ્‍પિટલે લઇ જવાયો હતો. જયાં એક કલાક બાદ તેને મૃત્‍યુ પામેલો જણાવાયો હતો.

મૃત્‍યુનું કારણ હજુ સુધી જોહર કરાયુ નથી. જે અંગે હજુ પોલીસ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે જાપનના આ ડીટેન્‍શન સેન્‍ટરમાં અમુક લોકોના મૃત્‍યુ થવાનું કારણ આત્‍મહત્‍યા હોવાનું જણાયું છે. જે માટે ત્‍યાં પ્રાથમિક સગવડનો અભાવ, જરૂર પડયે આપવાની થતી તબીબી સારવારમાં વિલંબ, ડીપ્રેશન, સહિતના કારણો જણાયા છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:02 pm IST)