એન. આર. આઈ. સમાચાર
News of Friday, 13th April 2018

UAE માં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના ર મિત્રોના નસીબ આડેનું પાંદડુ ખસ્‍યુ : ભાગીદારીમાં ખરીદેલી લોટરીમાં ૧૦ લાખ ડોલર (અંદાજે ૬ કરોદ પ૪ લાખ રૂપિયા)નું ઇનામ લાગતા ખુશખુશાલ

દુબઇ : UAE માં સ્‍થાયી થયેલા ભારતીય મૂળના ર મિત્રોના નસીબ આડેનુ પાંદડુ ખસી જતા બંનેને સંયુકત ભાગીદારમાં ૧૦ લાખ ડોલર (અંદાજે ૬ કરોડ પ૪ લાખ રૂપિયા) ની લોટરી લાગી છે.

બંને મિત્રોએ દુબઇના ડયુટી ફ્રી મિલેનિઅમ મિલિનેયર ડ્રોમાં ભાગીદારીમાં લોટરી ખરીદી હતી. જેનો દુબઇ ખાતેના ઇન્‍ટર નેશનલ એરપોર્ટ ખાતે મંગળવારે ડ્રો થતા તેમને ઇનામ લાગ્‍યું હતું. જેથી બંને મિત્રો ખુશખુશાલ થઇ ગયા હતા.

બંને મિત્રો પૈકીનો એક થોમન્ના કેરળનો વતની છે જે સ્‍થાનિક ગેરેજમાં ફોરમેન તરીકે નોકરી કરે છે. જયારે બીજો મિત્ર સબેસ્‍ટિન અરેબિઅન ઓટોમોબાઇલનો કર્મચારી છે. ડ્રોની રકમતનો શું ઉપયોગ કરવો તે હજુ તેમણે નકકી કર્યુ નથી. પરંતુ દુબઇમાં નિવાસ રાખવો એ તેટલું નકકી કરી લીધું છે. તેવું સમાચાર સતુ્‌રો દ્વારા જાણવા મળે છે.

(11:01 pm IST)