એન. આર. આઈ. સમાચાર
News of Friday, 13th April 2018

યુ.એસ.ના H-4 વીઝાધારકો માટે કામ કરવાનો અધિકાર છીનવાઇ જવાની શક્‍યતામાં ઘટાડોઃ જુન-૨૦૧૮માં ટ્રમ્‍પ સરકાર દ્વારા થનારા પ્રયાસને કોર્ટમાં પડકારાશે

વોશિંગ્‍ટનઃ યુ.એસ.માં H-4 વીઝા ધરાવતા લોકોનો કામ કરવાનો અધિકાર (વર્ક ઓથોરાઇઝેશન) છીનવી લેવા માટે વર્તમાન ટ્રમ્‍પ સરકાર દ્વારા પ્રયત્‍નો થઇ રહ્યા છે, જેના વિરૂદ્ધ ભારે ઉહાપોહ થતા આ અધિકાર ચાલુ રાખવાની મુદ્દતમાં વધારો થઇ શકવાની શક્‍યતા છે તેમ છતાં તે ગમે ત્‍યારે છીનવાઇ જઇ શકે તેવું પણ બની શકે છે.

આ માટે વહીવટી તંત્ર દ્વારા જુન માસમાં નવો રૂલ દાખલ થઇ શકે છે, જે વર્ષાંતે અમલી બની શકે.

ગવયા વર્ષે ડિસેમ્‍બર માસમાં આ કામ કરવાનો અધિકાર રદ્દ કરવા ડિપાર્ટમેન્‍ટ ઓફ હોમલેન્‍ડ સિક્‍યુરીટી દ્વારા પ્રયાસ કરાયો હતો જેના વિરૂદ્ધ લો સ્‍યુટ દાખલ થતાં તે જુન ૨૦૧૮ સુધી અટકાવી દેવાયો હતો અને હવે જુન માસમાં પણ તેને પડકારવામાં આવે તેવી શક્‍યતા જોતા તેનો અમલ આ વર્ષમાં મુલત્‍વી રશહે તેવી શક્‍યતા છે. કારણ કે આ અગાઉ પણ કોર્ટએ ટ્રમ્‍પ શાસન દ્વારા સૂચવાયેલા અમુક  રૂલ્‍સ જેવા કે ટ્રાવેલ બાન, DACA વિગેરેનો તાત્‍કાલિક અમલ થતો અટકાવ્‍યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:42 pm IST)