એન. આર. આઈ. સમાચાર
News of Friday, 13th April 2018

ઇન્‍ડિયન અમેરિકન નિવૃત્ત પ્રોફેસર શ્રી અરૂણ વાર્શનેયને બ્રિટીશ સોસાયટી ઓફ ગ્‍લાસ ટેકનોલોજીનું સર્વોચ્‍ચ સન્‍માન : સોસાયટીના ‘ઓનરરી ફેલો' તરીકે પસંદગી કરી પ્રશસ્‍તિ પત્ર એનાયત

ᅠન્‍યુયોર્ક : યુ.એસ.ના ન્‍યુયોકમાં આવેલી આલ્‍ફ્રેડ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઓફ ગ્‍લાસ સાયન્‍સ ઇન્‍ડિયન અમેરિકન શ્રી અરુણ વાર્શનેયને બ્રિટીશ સોસાયટી ઓફ ગ્‍લાસ ટેકનોલોજીનું સર્વોચ્‍ચ સન્‍માન એનાયત કરી ‘ઓનરરી ફેલો' તરીકે સન્‍માનિત કરાયા છે.

બ્રિટીશ સોસાયટી દ્વારા પાયેલા ઉપરોકત પદ અંતર્ગત પ્રશસિત પત્ર અપાયું છે. જેમાં શ્રી અરૂણની ટીચીંગ તથા બિઝનેસ સ્‍કિલની પ્રસંશા કરાઇ છે. ઉપરાંત તેમના અનુભવો તથા સંશોધન પત્રો, બુકસ સહિતની નોંધ લઇ તેમને બિરદાવાયા છે.

શ્રી અરૂણ અમેરિકન સિરેમિક સોસાયટીના લાઇફ મેમ્‍બર છે તથા પ્રેસિડન્‍ટ દ્વારા અપાતો ‘‘ઇન્‍ટરનેશનલ કમિશન ઓન ગ્‍લાસ'' એવોર્ડ વિજેતા છે. તેમણે આલ્‍ફ્રેડ યુનિવર્સિટીમાં ર૮ વર્ષ સુધી સેવાઓ આપેલી છે. ભારતની આગ્રા યુનિવર્સિટીના બેચલર ઓફ સાયન્‍સ શ્રી અરૂણ યુ.કે.ની પણ બેચલર ઓફ સાયન્‍સ ડીગ્રી કલેવર લેન્‍ડ ઓરિયો ખાતેની યુનિવર્સિટીની માસ્‍ટર ઓફ સાયન્‍સ તથા ડોકટરેટ ડીગ્રી ધરાવે છે. હાલમાં તેઓ સેક્ષોન ગ્‍લાસ ટેકનોલોજીના પ્રેસિડન્‍ટ તરીકે કાર્યરત છે.

(11:40 pm IST)