એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 17th February 2021

ઉઇગર મુસ્લિમો પછી હવે ઉતસુલ મુસ્લિમો ઉપર ચીનની કરડાકી શરૂ : મસ્જિદમાં લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ : અરબી ભાષા ઉપર પણ પ્રતિબંધ : નવી મસ્જિદોના નિર્માણ ઉપર રોક

બેજિંગઃ :  મુસ્લિમો વિરુદ્ધ ચીને વધુ કડક પગલાંઓ લેવાનું શરૂ કરી  દીધું છે.જે મુજબ અત્યાર સુધી ઉઇગર મુસ્લિમોનું દમન કરી રહેલી ચીનની કોમ્યુનિસ્ટ સરકારે હવે ઉતસુલ મુસ્લિમોને ઝપટમાં લીધા છે.

જે મુજબ ચીનના સાન્યા શહેરમાં 10 હજાર જેટલી વસતી ધરાવતા ઉતસુલ મુસ્લિમો ઉપર દમન શરૂ કરી દીધું છે.જે મુજબ મસ્જિદમાં લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.તેમજ અરબી ભાષા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.ઉપરાંત નવી મસ્જિદોના નિર્માણ ઉપર રોક લગાવી દેવાઈ છે.

ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ ચીન ઉતસુલ મુસ્લિમોનું અસ્તિત્વ મિટાવી દઈ તેઓને ' લાલ રંગ 'માં ભેળવી દેવા માંગે છે.સરકારના મંતવ્ય મુજબ તેઓ હિંસાત્મક જાતિવાદ ઉપર પ્રતિબંધ મૂકી દેવા  માંગે છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:01 pm IST)