એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th February 2021

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અંગે અમેરિકામાં વસતા ભારતીયોમાં બે ફાંટા : 30 વર્ષથી વધુ વયના બહુમતી ભારતીયો નરેન્દ્ર મોદીની નીતિ રીતિઓ સાથે સંમત : 18 થી 29 વર્ષ સુધીની વયની નવી પેઢી અસંમત હોવાનો છેલ્લો સર્વે

વોશિંગટન : ' હાઉ ડુ  ઇન્ડિયન અમેરિકન્સ વ્યુ ઇન્ડિયા ? '  શીર્ષક હેઠળ તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની નીતિ રીતિઓ અંગે  અમેરિકામાં સર્વે કરાયો હતો.જેમાં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા.

સર્વેમાં જાણવા મળ્યા મુજબ 30 વર્ષથી વધુ વયના બહુમતી ભારતીયો નરેન્દ્ર મોદીની નીતિ રીતિઓ સાથે સંમત હતા.પરંતુ જેઓ અમેરિકામાં જન્મ્યા તથા ઉછર્યા છે અને અમેરિકાનું જન્મજાત નાગરિકત્વ ધરાવે છે તેવા18 થી 29 વર્ષ સુધીની વય ધરાવતા યુવાન વયના લોકો મોદીની નીતિ રીતિઓ સાથે અસંમત જોવા મળ્યા હતા.જેમાં 1 લાખથી વધુ આવક ધરાવતા લોકો , નોન હિન્દી ભારતીયો તથા 62 ટકા જેટલા મુસ્લિમોનું પ્રમાણ હતું.  

1200 ભારતીયોનો સર્વે કરનાર સર્વેયરમાં પેન્સિલવેનિયા યુનિવર્સીટીના સંશોધક સુશ્રી સુમિત્રા બદ્રીનાથન ,એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર શ્રી દેવેશ કપૂર , તથા શ્રી મિલન વૈષ્ણવનો સમાવેશ થતો હતો તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(9:46 am IST)