એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 17th February 2018

ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના વિકૃત્ત શિક્ષકે મહિલા શૌચાલયમાં કેમેરા લગાવી ૨૦૦ જેટલા અશ્લીલ વિડીયો-ફોટા અેકત્ર કરતા ૪ વર્ષની સજા

ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના અેક શિક્ષકે મહિલા શૌચાલયમાં કેમેરા લગાવી અશ્‍લીલ વિડીયો તથા ફોટા અેકત્ર કર્યા હતા. જે અંગે ભાંડો ફુટ્યા બાદ તેના પર કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે તેને ૪ વર્ષની સજા ફટકારી હતી.

આ અંગે વધુ ગવગત મુજબ ભારતીય મૂળના એક વિજ્ઞાન શિક્ષક ને મહિલા શોચાલયમાં કેમેરા લગાવવા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને તેને 4 વર્ષ જેલની સજા પણ આપવામાં આવી છે. આ શિક્ષક દક્ષિણ પક્ષિમ ઇંગ્લેન્ડમાં રહી રહ્યો હતો. રાહુલ ઓડ્રેડે નામના શિક્ષક પર મહિલા શોચાલયમાં કેમેરા લગાવવાનો આરોપ હતો. રાહુલ ને ચાર વર્ષની સજા ગ્લાસેસ્ટર ક્રાઉન કોર્ટ ઘ્વારા સંભળાવવામાં આવી છે.

પોલીસે રાહુલ પાસેથી લગભગ 200 જેટલા અશ્લીલ વિડિઓ પ્રાપ્ત કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફોટો અને વિડિઓ વર્ષ 2009 થી 2017 દરમિયાન છે. આરોપીને આ સજા ઘણા સમય સુધી ચાલેલી સુનવાઈ પછી સંભાવવામાં આવી છે.

મહિલા શોચાલયમાં કેમેરા લગાવવાને કોર્ટે અપરાધ માન્યો અને જણાવ્યું કે આ વિશ્વાસનું ઉલ્લંઘન છે. જજ ઘ્વારા તેમને એવું પણ જણાવવામાં આવ્યું કે મહિલા વિરુદ્ધ તેમની નિયત પણ ખરાબ હતી અને આવા ગંભીર કાર્ય માટે તેમને જેલમાં જવું જ પડશે.

કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે લોકોની ગરિમાનું સમ્માન કરવું જોઈએ. આ એક અપમાનજનક ઉદાહરણમાં સુધી ખરાબ ઉદાહરણ છે.

પોલીસે રાહુલ પાસે થી શોચાલયમાં મહિલા અને છોકરીઓના લગભગ 200 જેટલા વિડિઓ મેળવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી એ તેમાંથી કેટલાક વિડિઓ એડિટ પણ કર્યા હતા.

રાહુલના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અદાલતના નિર્ણયનો તેઓ સમ્માન કરે છે. પરંતુ રાહુલે કોઈને પણ શારીરિક રીતે નુકશાન નથી પહોચાડ્યું. આ આખા મામલા બદલ રાહુલ લોકોની માફી માંગે છે.

(5:55 pm IST)