એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th December 2019

યુ.એસ.ના કેલિફોર્નિયામાં વસતા એશિઅન અમેરિકન્સ પૈકી ચોથા ભાગના ગરીબી અને સંઘર્ષનો સામનો કરી રહ્યા છેઃ રહેવા માટે મકાન અને હેલ્થકેર માટે ઝઝુમવું પડે છેઃ ૨૫ ટકા જેટલા ચાઇનીઝ, ઇન્ડિયન અમેરિકન્સ સહિતના એશિઅન્શ માટે 'અમેરિકન ડ્રીમ' ઘણું દૂર હોવાનો AAPIનો સર્વે

કેલિફોર્નિયાઃ તાજેતરમાં PRRI તથા AAPI દ્વારા બહાર પડાયેલ અહેવાલમાં જણાવાયા મુજબ કેલિફોર્નિયામાં વસતા એશિઅન અમેરિકન્સ એન્ડ પેસિફીક આઇલેન્ડર્સ પૈકી ચોથા ભાગના લોકો ગરીબી અને સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.

સર્વેમાં દર્શાવાયા  મુજબ આ લોકો 'અમેરિકન ડ્રીમ'થી ઘણાં દુર છે જેઓને પ્રાથમિક સુવિધાઓ જેવી કે રહેણાંક  તથા હેલ્થકેર માટે ઝઝુમવું પડે છે. કેલિફોર્નિયામાં વસતા ત્રીજા ભાગના લોકો આ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. આ લોકોમાં ચાઇનીઝ, ફિલીપીઅન્સ, તેમજ ઇન્ડિયન અમરિકન્સનો સમાવેશ થાય છે. તેવું UCR પ્રોફેસર AAPI ડેટા ફાઉન્ડર ઇન્ડિયન અમેરિકન શ્રી કાર્થિક રામક્રિશ્નના ડેટામાં જણાવાયું છે.

(9:01 pm IST)