News of Friday, 13th December 2019
પડોશી ઉપર એસિડ ફેંકી ઇજા પહોંચાડવા બદલ યુ.કે.સ્થિત ભારતીય મૂળના નાગરિકને 20 વર્ષની જેલસજા
લંડન : જાન્યુઆરી 2019 માં પડોશી સાથે ઝગડો થતા તેના ઉપર એસિડ ફેંકી વિનાશક ઇજા પહોંચાડવાના આરોપસર ભારતીય મૂળના નાગરિક 53 વર્ષીય સંતોક જોહલને કોર્ટએ 20 વર્ષની જેલસજા ફરમાવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે આવી ગંભીર ઇજાનો શિકાર બનનાર 30 વર્ષીય વ્યક્તિને આજીવન તે યાદ રહેશે તેવી ઇજા કરી છે.જે ચલાવી શકાય નહીં દોષિતને સજા થવી જ જોઈએ તેવી ટિપ્પણી સાથે ઉપરોક્ત સજા ફરમાવી હોવાનું જાણવા મળે છે
(11:42 am IST)