એન. આર. આઈ. સમાચાર
News of Friday, 13th November 2020

વર્જિનિયાના ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર સુશ્રી મંગા અનંતતમુલા કોંગ્રેસની ચૂંટણી હાર્યા : પરંતુ પરાજય સ્વીકારવાનો ઇન્કાર : મત ગણતરીમાં ઘાલમેલ થઇ છે : હજારો મતો ધ્યાનમાં લેવાયા નથી : ડોનાલ્ડ ટ્રમ્પએ પણ પરાજય સ્વકારવાનો ઇન્કાર કર્યો હોવાનું મંતવ્ય

વર્જિનિયા : વર્જિનિયાના 11 માં કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી  મંગા અનંતતમુલા પરાજિત થયા છે.પરંતુ  તેમણે હાર સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

સુશ્રી મંગાએ કરેલા આક્ષેપ મુજબ મત ગણતરીમાં ઘાલમેલ થઇ છે.હજારો  મતો ધ્યાનમાં લેવાયા નથી. આ બાબતે પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પએ પણ  પરિણામ સામે વિરોધ નોંધાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી મંગા સામે વર્તમાન ડેમોક્રેટ કોંગ્રેસમેન વિજેતા થયેલા જાહેર કરાયા છે.વિજેતા ઉમેદવારને 217,400  મતો એટલેકે કુલ મતોના 71.4  ટકા મતો મળ્યા છે જયારે પરાજિત જાહેર થયેલા સુશ્રી મંગાને 107, 368  મતો એટલેકે 28  ટકા મતો મળ્યા છે.

(1:53 pm IST)