એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th November 2018

યુ.એસ.માં કોલમ્બીઆ સર્કિટ કોર્ટ જજ તરીકે સુશ્રી નેઓમી રાવની નિમણુંકને માન્યતા આપવા સેનેટ સમક્ષ પ્રસ્તાવ મુકાયોઃ ૧૩ નવેં.ના રોજ દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નિમણુંક આપ્યાની ઘોષણાં કરી હતી

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૧૩ નવેં.૨૦૧૮ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન પારસી લો પ્રોફેસર સુશ્રી નેઓમી રાવની DC સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ જજ તરીકે નિમણુંકની ઘોષણાં કરી હતી.

આ નિમણુંકને માન્યતા આપતો પ્રસ્તાવ તેમણે યુ.એસ. સેનેટમાં મોકલી આપ્યો છે. જેને માન્યતા મળ્યે સુશ્રી નિઓમી ઉપરોકત હોદો ગ્રહણ કરશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:25 pm IST)