News of Wednesday, 14th November 2018
ભારતના પંજાબના યુવાનનો મૃતદેહ અમેરિકાની મિચીગન યુનિવર્સીટી નજીકથી મળી આવ્યો : સ્કૂલ ઓફ ક્રિમિનલ જસ્ટીસમાં અભ્યાસ કરતા યુવાનના શકમંદ મોતનું કારણ જાણવા પોલીસ ડિપાર્ટમેન્ટની મથામણ ચાલુ
મિચીગન : અમેરિકાની મિચીગન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા ભારતના પંજાબના લુધિયાણા ડિસ્ટ્રિક્ટના વતની યુવાન અભી બરારનો મૃતદેહ યુનિવર્સીટી કેમ્પસ નજીક પાર્ક કરેલી મોટરમાંથી મળી આવ્યો છે.શકમંદ હાલતમાં મૃત્યુ પામેલા મનાતો આ યુવાન મિચીગન યુનિવર્સીટીની સ્કૂલ ઓફ ક્રિમિનલ જસ્ટીસમાં અભ્યાસ કરતો હતો.તેના માતાપિતા પણ અમેરિકામાં મિચીગન મુકામે રહે છે. પરંતુ આ યુવાન હોસ્ટેલ કેમ્પસ નજીક અલગ રહેતો હતો.મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.પોલીસ તપાસ ચાલુ છે. આ યુવાનના મોટા ભાગના કુટુંબીઓ અમેરિકામાં સ્થાયી થયા હોવાથી તેનો મૃતદેહ પંજાબ લઇ જવાને બદલે અમેરિકામાં તેની અંતિમ ક્રિયા કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:38 pm IST)