એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th November 2018

હવે ન્‍યુયોર્ક તથા મુંબઇ વચ્‍ચે નોનસ્‍ટોપ ફલાઇટઃ એર ઇન્‍ડિયા દ્વારા ૭ ડિસે. ર૦૧૮ થી શરૂ થનારી આ સેવાનો લાભ સપ્તાહમાં ૩ દિવસ મળી શકશે

મુંબઇઃ  હવે ન્‍યૂયોર્ક તથા મુંબઇ વચ્‍ચે  નોનસ્‍ટોપ ફલાઇટ ૭ ડીસે. ર૦૧૮ થી શરૂ થઇ રહી છે. એર ઇન્‍ડિયા દ્રારા લોન્‍ચ થનારી આ ફલાઇટ સપ્તાહમાં ૩ વખત ઉપડશે. જે ન્‍યુયોર્કના JFK ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બુધવાર, શુક્રવાર તથા રવિવારે સવારે ૧૧.૦પ કલાકે ઉપડશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:31 pm IST)