એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th November 2018

લંડનમાં વડતાલ ધામ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં દિવાળી ઉત્‍સવ ઉજવાયોઃ હનુમાનજીનું પૂજન, લક્ષ્મી પૂજન, અન્‍નકૂટ દર્શન સહિતના ઉત્‍સવોથી ભાવિકો ભાવવિભોર

લંડનઃ યુ.કે.માં વડતાલ ધામ શ્રી સ્‍વામિનારાયણ હિન્‍દુ ટેમ્‍પલ,બ્રિડલ રોડ, પિન્‍નર, લંડન મુકામે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્‍થાનના નેતૃત્‍વ હેઠળ ૨૦૧૮ની સાલનો દિવાળી ઉત્‍સવ ઉજવાઇ ગયો.

ઉજવણી અંતર્ગત ૫ નવેં.ના રોજ ધનતેરસ તહેવાર નિમિતે પૂજા કરાઇ હતી. ૬ નવેં. મંગળવારે કાળી ચઉદસ નિમિતે હનુમાનજીનું પૂજન કરાયું હતું. ૭ નવેં. બુધવારે લક્ષ્મી પૂજન બાદ ૮ નવેં. ગુરૂવારના રોજ સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રિના ૮ વાગ્‍યા સુધી અન્‍નકૂટ ઉત્‍સવ ઉજવાયો હતો. તેવું મંદિરની યાદી જણાવે છે. 

 

(8:27 pm IST)