એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 13th November 2018

અમેરિકામાં અભ્‍યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પૈકી ૧૮ ટકા ભારતનાઃ ચાલુ વર્ષે ભારતથી ગયેલા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ૫.૪ ટકાનો વધારો નોંધાયો

વોશીંગ્‍ટનઃ અમેરિકામાં અભ્‍યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ચાલુ સાલમાં ૫.૪ ટકાનો વધારો નોંધાયો છે. જે મુજબ ગયા વર્ષે એટલે કે ૨૦૧૭ની સાલમાં ૧ લાખ ૮૬ હજાર જેટલા ભારતીય વિદ્યાથીઓ અમેરિકામાં અભ્‍યાસ કરી રહ્યા હતા. જેની સરખામણીમાં આ વર્ષે એટલે કે ૨૦૧૮ની સાલમાં આ સંખ્‍યા ૧૯૬૨૭૧ થઇ છે. તેવું ઇન્‍ટરનેશનલ એજ્‍યુકેશન એક્ષચેન્‍જએ બહાર પાડેલા આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ઉચ્‍ચ અભ્‍યાસ માટે અમેરિકા જતા વિદેશોના વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ભારતના વિદ્યાર્થીઓ ૧૮ ટકા હિસ્‍સો ધરાવે છે.

(8:01 pm IST)