એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th October 2018

દર 3 માંથી 2 ઇન્ડિયન અમેરિકન ટ્રમ્પ શાસનથી નારાજ : 6 નવે.ના રોજ યોજાનારી મધ્ય સત્રીય ચૂંટણીઓમાં 68 ટકા ભારતીયોનો ઝોક ડેમોક્રેટ પાર્ટી તરફ : ભારતીયોની વધુ વસ્તી ધરાવતા 34 સ્ટેટના સર્વેમાં બહાર આવેલી વિગત

ન્યુજર્સી :અમેરિકામાં 6 નવે.2018 ના રોજ યોજાનારી મધ્ય સત્રીય ચૂંટણીઓમાં દર 3  ઇન્ડિયન અમેરિકન /એશિયન અમેરિકન લોકો પૈકી 2 નાગરિક એટલેકે  68 ટકા જેટલા પ્રજાજનો ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવારોને મત આપશે તેવું  AAPI તથા  APIA દ્વારા કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું  છે.મોટા ભાગના એશિયન અમેરિકન પ્રજાજનો રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટથી નારાજ હોવાનું બહાર આવ્યું છે.જયારે 28 ટકા એશિઅનોએ ટ્રમ્પના વહીવટને યોગ્ય ગણાવ્યો છે.તથા 4 ટકાએ કઈ અભિપ્રાય આપ્યો નથી.

આ સર્વે જ્યાં એશિયન પ્રજાજનોની વસ્તી વધુ છે તેવા 34 સ્ટેટમાં કરાયો હતો.જેમાં ન્યુયોર્ક,ન્યુજર્સી,કેલિફોર્નિયા,ટેક્સાસ,ફ્લોરિડા સહિતના સ્ટેટ્સનો સમાવેશ થાય છે.આ મતદારોએ એમ પણ જણાવ્યું હતું કે મતદાનના દિવસે તેઓને ચાલુ પગારે 2 કલાકનો સમય મતદાન કરવા માટે મળવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે ઘણા સ્ટેટમાં ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.જેના પરિણામો 2020 ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના પ્રતિબિંબ સમાન હશે.આ પદ માટેની ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારો પૈકી સેનેટર સુશ્રી કમલા હેરિસનું નામ પણ ચર્ચામાં છે.

 

(12:55 pm IST)