એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th October 2018

યુ.એસ.ની હયુસ્‍ટન યુનિવર્સિટીના એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટનું બિલ્‍ડીંગ જૈન દંપતિના નામથી ઓળખાશેઃ બિલ્‍ડીંગના નિર્માણમાં મહત્‍વના યોગદાન બદલ ભારતીય મૂળના શ્રી દુર્ગા ડી અગ્રવાલ તથા સુશ્રી સુશીલા અગ્રવાલની દિલાવરીને ધ્‍યાને લઇ લેવાયેલો નિર્ણય

યુસ્‍ટનઃ અમેરિકાના હયુસ્‍ટન વિશ્વ વિદ્યાલયની એક ઇમારતનું નામ ભારતીય મૂળના જૈન દંપતિના નામ સાથે જોડવામાં આવશે. જેમણે આ યુનિવર્સિટીના છાત્રો, ફેકલ્‍ટી મેમ્‍બર્સ, તેમજ સંશોધન વિભાગ માટે બહુ મોટી રકમ ફાળવી છે.

વિશ્વ વિદ્યાલયના અધ્‍યક્ષ ભારતીય અમેરિકન મહિલા સુશ્રી રેણુ ખટોરએ જણાવ્‍યા મુજબ એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટનું બિલ્‍ડીંગ દુર્ગા ડી અગ્રવાલ તથા સુશીલા અગ્રવાલના નામથી ઓળખાશે. તેમણે ૫ કરોડ ૧૦ લાખ ડોલરની કિંમતના આ બિલ્‍ડીંગ માટે યોગદાન આપ્‍યુ છે.

શ્રી દુર્ગા અગ્રવાલએ ભારતની દિલ્‍હી કોલેજ ઓફ એન્‍જીનીયરીંગમાંથી મિકેનિકલ એન્‍જીનીઅરીંગ ડીપ્‍લોમાં કોસ કર્યા બાદ તેઓ ૧૯૬૮ની સાલમાં હયુસ્‍ટન આવ્‍યા હતા. જયાં તેમણે માસ્‍ટર તથા Ph.D. ડીગ્રી મેળવી હતી.

(10:11 pm IST)