એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th October 2018

ઇન્ડિયન અમેરિકન કાર્ડિયોલોજીસ્ટ ડો. કિરણ પટેલનું ફલોરિડા ખાતેની મેડીકલ કંપનીમાં ૬૦ મિલીયન ડોલરનું રોકાણઃ સ્ટેન્ટના વિકલ્પરૃપે મુકી શકાય તેવા સિરોલીયસ બલૂનનું ઉત્પાદન કરતી IDE કંપનીના ઉત્પાદનને વેગ આપી હાર્ટફેઇલથી થતા મૃત્યુ રોકવાનો હેતુ

હયુસ્ટનઃ ઇન્ડિયન અમેરિકન  કાર્ડિયોલોજીસ્ટ તથા આંત્રપ્રિનીયર ડો. કિરણ પટેલ એ સ્ટેન્ટ ની જગ્યાએ કાર્ડીયાક સાધન મુકવાનું ઉત્પાદન  કરતી ફલોરિડા ખાતેની મેડીકલ  કંપની '' ઇન્વેસ્ટીગેશન ડીવાઇસ એકઝામ્પશન (IDE)  કંપનીમાં ૬૦ મિલીયન ડોલરનું રોકાણ કર્યુ છે.

આ કંપની દ્વારા  તૈયાર કરાઇ રહેલું દવા ભરેલું બલૂન સ્ટેન્ટની જગ્યા લઇ શકશે. ખાસ કરીને જયારે દર્દીનું શરીર સ્ટેન્ટ ન સ્વીકારે અથવા  કારગન ન નીવડે ત્યારે આ સિરોલીમસ બલૂન કામિયાબ નીવડશે.

 કંપનીના જણાવ્યા મુજબ ડો. કિરણ પટેલના  રોકાણથી હાર્ટ બ્લોકેજ થતું રોકવા કિલનિક સ્ટડી અભ્યાસ કરવામાં મદદરૃપ થશે. તથા દર્દીનું લોહી ઘટ થઇ જતુ અટકાવી શકાશે.

ડો. પટેલના જણાવ્યા મુજબ તેમણે કરેલા રોકાણથી વિશ્વના અનેક લોકો હાર્ટ ફેઇલથી મૃત્યુ થતા બચી શકશે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:09 pm IST)