એન. આર. આઈ. સમાચાર
News of Monday, 16th September 2019

હવે વધુ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા ઇચ્છુક ભારતીયો સરકાર માન્ય એજન્સીની મદદ મેળવી શકશે : દેશની ઇમિગ્રેશન પોલીસીમાં આવી રહેલા ફેરફારો : લેભાગુ એજન્ટો દ્વારા થતી છેતરપીંડી અટકાવવાનો હેતુ

ન્યુદિલ્હી : હવે વધુ અભ્યાસ અથવા નોકરી માટે વિદેશ જવા ઇચ્છુક ભારતીયો સરકાર માન્ય એજન્સીની મદદ મેળવી શકશે જે માટે દેશની ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારો આવી રહ્યા છે.જે મુજબ વિદેશ જવા ઇચ્છુકોને માર્ગદર્શન આપવા તથા મદદરૂપ થવા કામગીરી કરનારી એજન્સીઓએ સરકારી રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે જેને સરકાર દ્વારા રેટીંગ અપાશે જેના આધારે તેના રેટિંગની ગુણવત્તાને ધ્યાને લઇ મદદ કે માર્ગદર્શન મેળવવાનો નિર્ણય લઇ શકાશે

ઉપરોક્ત નિર્ણયને કેન્દ્ર સરકારના કાનૂન મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઈ છે.જેને હવે કેબિનેટની મંજૂરી મળ્યા બાદ સંસદમાં મુકાશે બાદમાં તે કાયદા સ્વરૂપે અમલી બનશે જેનો હેતુ લેભાગુ એજન્ટોથી લોકોને બચાવવાનો છે.

(12:27 pm IST)