' ખુલ જ સીમસીમ ' : ભારતીય મૂળના ખલાસીના નસીબ આડેનું પાંદડું ખસ્યું : યુ.એ.ઈ.ની 7.45 કરોડ રૂપિયાની લોટરીનો જેકપોટ લાગતા ખુશખુશાલ
બ્રાઝિલની એક કંપનીમાં ખલાસી તરીકે ફરજ બજાવતા ભારતના મહારાષ્ટ્રના 36 વર્ષીય યુવાન ગણેશ શિંદેના નસીબ આડેનું પાંદડું ખસી જતા તે રાતોરાત કરોડપતિ બની ગયો છે.
આ ખલાસીને યુ.એ.ઈ.ની 7.45 કરોડ રૂપિયાની લોટરીનો જેકપોટ લાગતા તે ખુશખુશાલ થઇ ગયો છે. તેણે જણાવ્યું હતું કે આ વાત હજુ પણ તેના માન્યામાં આવતી નથી.
બ્રાઝિલથી દુબઇ વચ્ચે દરિયાઈ રસ્તે આવન જાવન દરમિયાન દુબઈમાં રોકાણ કરવાનું બનતું હતું. જે દરમિયાન તે દરેક વખતે લોટરીની ટિકિટ લેતો હતો. પરંતુ આ વખતે લીધેલી લોટરીએ તેનું નસીબ બદલાવી નાખ્યું છે.તેને 7.45 કરોડ રૂપિયાની લોટરીનો જેકપોટ લાગતા તે હવે મકાન મોટર સહિતની વસ્તુઓ લેવા ઉપરાંત બાળકોના શિક્ષણ માટે ખર્ચ કરવા માંગે છે.તેમ જણાવ્યું હતું.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.