એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 16th July 2020

ભારતમાં નકલી કંપની ખોલી અમેરિકનોને ગેરમાર્ગે દોર્યા : 4 લાખ ડોલરની છેતરપિંડી કરવાના આરોપસર ભારતીય મૂળના દંપતીની ધરપકડ

વોશિંગટન  : ભારતમાં નકલી કંપની ખોલી અમેરિકનોને ગેરમાર્ગે દોરવાના આરોપસર ભારતીય મૂળના દંપતી  મેહુલકુમાર મનુભાઈ પટેલ અને ચિતાલી દવેની ધરપકડ થઇ છે.અમેરિકાનાં ન્યાય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મૂજબ આ દંપતીએ ૨૪ લોકો સાથે મે ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ચાર લાખ ડોલરની છેતરપિંડી કરી હતી. ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ મની લોન્ડરીંગ અને કાવતરું ઘડવાનાં આરોપો મૂક્યા છે. અમેરિકન એટર્ની બાયંગ જે એ કહ્યું કે,આ દંપતી સોશિયલ સિક્યોરિટીનું નામ લઈને, પોતાને ભારત સ્થિત કોલ સેન્ટરનાં ફેડરલ એજન્ટ ગણાવીને નાગરિકોને ગેરમાર્ગે દોરતા હતા.
ટેક્નિકલ સપોર્ટ આધારિત આ કૌભાંડમાં આરોપીઓ પીડિતોને પૈસા મોકલવાના બદલે તેમનાં કોમ્પ્યૂટર્સમાં ટેક્નિકલ મદદ પૂરી પાડવાનાં કથિત વાયદા કરતા હતા, આ દંપતી ફોન કરીને પીડિતોને તેમની સંપતિ છીનવાઈ જવાનો ડર બતાવતા હતા અને કહેતા કે જો તેઓ પૈસા મોકલાવશે નહીં તો તેમની સંપત્તિને નુક્સાન થશે. આરોપીઓ પીડિતો ભોળવીને કોમ્પ્યૂટરનું એક્સેસ માંગીને તેમનાં બેન્ક ખાતાનું એક્સેસ મેળવી  બેન્ક ખાતામાં પૈસા ઉમેરાયા હોવાની માહિતી આપીને તેમને ગેરમાર્ગે દોરતા હતા.

(7:07 pm IST)