એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 16th July 2020

" ઇન્ડિયાસ્પોરા બિઝનેસ લીડર્સ 2020 " : વિશ્વની ગ્લોબલ કંપનીઓમાં ઉચ્ચ હોદા ઉપર ફરજ બજાવી રહેલા 50 ઉપરાંત ભારતીય મૂળના અધિકારીઓ : સુશ્રી રેશ્મા કેવલરામાની ,સુશ્રી સોનિયા સિંગલ ,સુશ્રી શર્મિષ્ઠા દુબે ,સુશ્રી રેવથી અદ્વૈતી ,તથા સુશ્રી જયશ્રી ઉલ્લાલ સહિતની મહિલાઓએ સ્થાન મેળવ્યું

વોશિંગટન : નોનપ્રોફિટ ઇન્ડિયાસ્પોરાએ 2020 ની સાલનું   ભારતીય મૂળના 58  અધીકારીઓનુ લિસ્ટ જાહેર કર્યું છે. કે જેઓ  વિશ્વની  ગ્લોબલ કંપનીઓમાં ઉચ્ચ હોદા ઉપર ફરજ બજાવી રહ્યા છે. જેમાં યુ.એસ.કેનેડા ,ઇંગ્લેન્ડ ,સિંગાપોર ,સહિતના દેશોમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો પૈકી જેમણે ગ્લોબલ કંપનીઓમાં સી.ઈ ઓ. કે ચેરમેન જેવા ઉચ્ચ હોદાઓ ઉપર સ્થાન મેળવ્યું છે.તેમના નામો છે.જેમાં મહિલાઓએ પણ સારી એવી સંખ્યામાં સ્થાન હાંસલ કર્યું છે.
આ મહિલાઓમાં વટૅક્સ ફાર્માસ્યુટિકલ્સના સી.ઈ.ઓ.સુશ્રી રેશ્મા કેવલરામાની ,ગેપ ઇન્કના સુશ્રી સોનિયા સિંગલ ,મેચ ગ્રુપના સુશ્રી શર્મિષ્ઠા દુબે ,ફ્લેક્સના સી.ઈ.ઓ.,સુશ્રી રેવથી અદ્વૈતી ,તથા એરિસ્ટા નેટવર્કના સુશ્રી જયશ્રી ઉલ્લાલ સહિતનાઓનો સમાવેશ થાય છે.
આ 58 લીડરોએ 3.6 મિલિયન જેટલા કર્મચારીઓને રોજી આપી છે.1 ટ્રિલિયન ડોલર જેટલી રેવન્યુ પોતાના દેશને કમાવી આપી છે.તથા પોતાના દેશના આર્થિક વિકાસમાં 4 ટ્રિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે.

(5:54 pm IST)