એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 16th June 2018

અમેરિકામાં રેસ્‍ટોરન્‍ટ સંચાલકમાંથી જજ બનેલા ઇન્‍ડિયન અમેરિકન શ્રી રૂપેન શાહને કલેરેન્‍સ કર્નાવલે એવોર્ડ : વર્જીનીઆતા રપમા ડીસ્‍ટ્રીકટના જજ શ્રી શાહને બાર એશોસિએશનએ એવોર્ડ આપી સન્‍માનિત કર્યા

વર્જીનીઆ :  યુ.એસ.માં વર્જીનીયા સ્‍ટેટ બાર એશોસિએશનએ સ્‍થાનિક જજ ઇન્‍ડિયન અમેરિકન શ્રી રૂપેન આર.શાહને કલેરેન્‍સ એમ. ડનવિલે જુનિઅર એવોર્ડ એનાયત કરી સન્‍માનિત કર્યા છે.

વર્જીનીઆમાં વિવિધ કોમ્‍યુનીટી વચ્‍ચે સમાનતા જાળવી રાખવા તથા વિવિધતામાં એકતા માટે યોગદાન આપનાર કલેરેન્‍સની સ્‍મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે.

શ્રી રૂપેન શાહ જજ બન્‍યા તથા કાયદાકીય ક્ષેત્રે તેમણે કારકિર્દી બનાવી ત્‍યારે પહેલા તેઓ ૩ રેસ્‍ટોરન્‍ટ ચલાવતા હતા તથા સ્‍ટેનન્‍ટમાં ન્‍યુઝ પેપર વિતરણ કરતા હતા. તેમના પત્‍ની શ્રીમતિ શ્રુતિએ તેમને કાયદાકીય ક્ષેત્રે આગળ વધવા પ્રોત્‍સાહિત કર્યા હતા તેઓ ઉત્તર ભારતના વતની છે. આ અગાઉ ર૦૦૯ ની સાલમાં તેઓ ઓગસ્‍ટા કાઉન્‍ટી બાર એશોસિએશનનો ‘‘બાર લીડર ઓફ ધ ઇયર'' એવોર્ડ મેળવી ચુકયા છે. જયાં ર૦ વર્ષ સુધી પ્રોસીકયુટર તરીકે કામગીરી બજાવ્‍યા બાદ ર૦૧૭ની સાલમાં તેઓ રપમાં ડીસ્‍ટ્રીકટના જજ તરીકે જનરલ એસેમ્‍બલી દ્વારા ચૂંટાઇ આવ્‍યા હતાં.

(11:01 pm IST)