એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 16th May 2021

દિવાળી તહેવારને હોલિડે તરીકે જાહેર કરો : ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ઇન્ડિયન અમેરિકન સુશ્રી જેનિફર રાજકુમારે એસેમ્બલીમાં પ્રસ્તાવ મુક્યો

ન્યુયોર્ક : ન્યુ યોર્ક સ્ટેટ એસેમ્બલી મેમ્બર ઇન્ડિયન અમેરિકન સુશ્રી જેનિફર રાજકુમારે દિવાળી તહેવારને  સત્તાવાર હોલિડે તરીકે જાહેર કરવા માટે એસેમ્બલીમાં પ્રસ્તાવ મુક્યો છે.જેથી ઉત્સવની ઉજવણી કરતી નોંધપાત્ર વસ્તીવાળા  જિલ્લાઓની સ્કૂલોમાં  રજાની ઉજવણી કરી શકાય.

સુશ્રી રાજકુમારે જણાવ્યું હતું કે બિલ  લાંબા સમયથી પડતર છે.
તેમણે  એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "ન્યૂયોર્કમાં રાજ્યમાં એસેમ્બલી મેમ્બર તરીકે  ચૂંટાયેલા પ્રથમ હિન્દુ અમેરિકન અને સાઉથ  એશિયન અમેરિકન મહિલા તરીકે, હું દિવાળીની ઉજવણી કરનારા લોકો સહિત નવા અમેરિકન સમુદાયોની હિમાયત કરવામાં વિશેષ ગર્વ અનુભવું છું." "દક્ષિણ એશિયન, ભારત-કેરેબિયન, હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ સમુદાયો આપણા શહેરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે આપણા સમાજના દરેક ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપે છે.

અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતો દિવાળી  તહેવાર હિન્દુઓ, શીખ, જૈનો અને બૌદ્ધ સહિતના અનેક ધર્મોના લોકો દ્વારા ઉજવવામાં આવે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:47 pm IST)