એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 11th May 2021

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા ( KPSNA ) ની માતૃભૂમિ પ્રત્યેની લાગણી : દેશબાંધવોની મદદ માટે એક જ સપ્તાહમાં 4 કરોડનું ભંડોળ એકત્ર

ઓક્સિજન કોન્સનટ્રેટર્સ સાથે વોલ્ટેજ કન્વર્ટર્સ, ઓક્સીમીટર્સ વગેરે ઉપકરણો મોકલ્યા : સીદસર-જામજોધપુર માંહેના વિજાપુર વિધાસંકુલમાં લગભગ બસ્સો બેડની સુવિધા વાળું કોવિડ સારવાર સેન્ટર ઉભું કરાયું : સૌરાષ્ટ્રના 20 જેટલા કોવીડ સારવાર કેન્દ્રોમાં સહાય પહોંચાડી : ગામડાના દર્દીઓ માટે એક મોટી એમ્બ્યુલન્સ અને બે નાની એમ્બ્યુલન્સ પણ લઈ આપી

કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકા ( KPSNA ) ની  માતૃભૂમિ પ્રત્યેની અનેરી લાગણી વ્યક્ત થઇ છે સંસ્થાની યાદી મુજબ  ભારતમાં કોરોનાનાં વિનાશક બીજા વેવને કારણે  અંત્યંત ગંભીર સમસ્યા ઊભી થઈ છે. રોજનાં લાખો લોકો આ વિકરાળ રોગથી સંક્રમિત થાય છે  અને હજારો લોકો મૃત્યુ પામે છે. આ અત્યંત કઠિન પરિસ્થિતિનો સામનો કરવામાં અને તેમાંથી  સહી-સલામત બહાર નીકળવામાં કડવા પટેલ સમાજ ઓફ નોર્થ અમેરિકાએ અહીંથી શક્ય તેટલો  સહકાર આપવા માટે સેવા અભિયાન શરુ કર્યું છે.   
અમેરિકા અને કેનેડામાંથી કડવા પટેલ સમાજ ઓડ નોર્થ અમેરિકા કે.પી.એસ.એન.એ, ની  માતૃભૂમિ પ્રત્યેની 1251૫0) નાં આગેવાનો અને કમિંટીના સભ્યો એ તાત્કાલીક મીટિંગ યોજીને દેશમાં (ખાસ કરીને  સૌરાષ્ટ્રમાં) કોરોના પીડિત ભાઈ-બહેનોને તાત્કાલિક ધોરણે જે કઈ સહાય થઈ શકે એ કરવા માટે  નક્કી કર્યું. આપણી માતૃભૂમિમાં આપણા લોકોને જે તકલીફ થઈ રહી છે એમાં સહાય કરવા માટે  અહીંના સમાજના લોકોએ છુટા હાથે મોટા મનથી દાન આપ્યું અને પહેલા જ દિવસે અર્જન્ટ  બોલાવેલી મિટિંગમાં લોકોએ રૂપિયા સવા કરોડ જેટલું માતબર દાન આપ્યું. પછી તો જાણે દાનની  સરવાણી ફૂટી હોય તેમ કોમ્યુનિટી મેમ્બર્સ તથા અન્યોએ પણ ખુલ્લા દિલથી પોતાની શક્તિ  મુજબ દાન આપતા પ્રથમ અઠવાડિયામાં જ અંદાજે રૂપિયા ચાર કરોડનું ભંડોળ ભેગું થયું. તેમાંથી  અત્યારના સમયમાં જેની સૌથી વધારે અછત છે તેવા ઓક્સીજન ઉત્પન્ન કરી શકે તેવા એકસો  ઓક્સિજન કોન્સનટ્રેટર્સ અત્યારે ભારતમાં મોકલી આપેલ છે. બીજા ભાગરૂપે વધુ ત્રણસો ઓક્સિજન કોન્સનટ્રેટર્સ પણ થોડા દિવસોમાં ત્યાં મળી જશે. સાથે સાથે વોલ્ટેજ કન્વર્ટર્સ,  ઓક્સીમીટર્સ વગેરે ઉપકરણો પણ મોકલેલ છે.   
.શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટનાં નેજા હેઠળ સીદસર-જામજોધપુર માંહેના વિજાપુર  વિધાસંકુલમાં લગભગ બસ્સો બેડની સુવિધા વાળું કોવિડ સારવાર સેન્ટર ઉભું કરાયું છે જેમાં  અનેક સ્વયંસેવકો રાત-ધ્વિસ ખડા-પગે સેવા આપે છે.

 કેશોદ, ધ્રોલ, જુનાગઢ, ઉપલેટા, ભાયાવદર,  મોટીમારડ, માણાવદર, લાલપુર, સુરેન્દ્રનગર, હળવદ, અમરેલી સહિત લગભગ વીસેક જેટલા  સેન્ટરોમાં ચાલતા કોવિડ સારવાર કેન્દ્રોમાં ઉપરોક્ત સહાય પહોંચાડેલ છે. આ ઉપરાંત પીપીઇઈ  સપ્લાઈનું પણ વિતરણ કરવાનું નક્કી કર્યું છે. તે ઉપરાંત આજુબાજુનાં નાના-નાના ગામડાનાં  દર્દાઓને મુશ્કેલી ન પડે તે માટે એક મોટી એમ્બ્યુલન્સ અને બે નાની એમ્બ્યુલન્સ પણ લઈ આપેલ  છે. કે.પી.એસ.એન.એ માનવતાના રાહત કાર્યો કરતી અન્ય સંસ્થાઓને ખુલ્લા દિલથી ટેકો  આપવાનું વિચાર્યુ છે. જેમાં ખાવા-પીવાની વસ્તુઓ અને અન્ય જરૂરી સામગ્રીઓ આપવાનું નક્કી  કર્યું છે.  
 મા ઉમિયાને પ્રાર્થના કરીએ કે આ મહાપ્રલયમાંથી આપણે બધા ક્ષેમકુશળ અને સહી-  સલામત બહાર આવી જઈએ. આ મહામારીનો અંત લાવવા અને પીડિતોને મધ્દ કરવા એક-  બીજાના ખંભે-ખંભા મિલાવી સહકાર આપવા અમારી સોને નમ્ર વિનંતિ છે  
.“સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થાક જાયેગા  મિલકર હાથ બઢાએ, સાથી હાથ બઢાના સાથી રે” 

(9:43 pm IST)