એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 16th May 2019

સુંદરકાંડના પાઠઃ અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આગામી ૧૯મે રવિવારના રોજ કરાયેલું આયોજનઃ શ્રી અશ્વિનભાઇ પાઠકના મધુર કંઠે પાઠનો લહાવો

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, ૧૭૧૧૦, ન્યુ હેમ્પશાયર એવન્યુ, ASHTON મેરીલેન્ડ મુકામે આગામી ૧૯મે રવિવારના રોજ શ્રી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ છે. જેનો સમય સાંજના સાત વાગ્યાથી શરૃ થશે. ત્યારે પહેલા સાંજે ૬ વાગ્યાથી ૬.૪૫ દરમિયાન ડિનરનું આયોજન કરાયું છે.

આગામી કાર્યક્રમો અંતર્ગત ર જુન ૨૦૧૯ રવિવારે બપોરે ૧૨ વાગ્યાથી કાર્નિવલ શરૃ થશે. તથા ૨૨ જુન ૨૦૧૯ શનિવારના રોજ હિન્દુ વિવાહનું આયોજન કરાયું છે. ત્યારબાદ ૭ જુલાઇ ૨૦૧૯ થી ૧૩ જુલાઇ ૨૦૧૯ દરમિયાન રામાયણ કથા યોજાશે. જેના વ્યાસપીઠ ઉપર પૂજય લાલ ગોવિંદ દાસજી બિરાજશે. વિશેષ માહિતિ માટે મંદિરના કોન્ટેક નં.(૩૦૧)૪૨૧-૦૯૮૫ દ્વારા અથવા www.mangalmandir.org દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:52 pm IST)