એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 16th May 2019

સાઉથ આફ્રિકાના બેનોનીમાં ૧૮મે શનિવારના રોજ ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકાર શ્રી વિનોદભાઇ પટેલના ગીત-સંગીતની રમઝટ બોલશેઃ બેનોની ગુજરાતી હિન્દુ સેવા સમાજ,રામજી ભજન મંડલ, તથા લેનાસિયા યુવક મંડલનું આયોજન

સાઉથ આફ્રિકાઃ સાઉથ આફ્રિકા સ્થિત શ્રી બેનોની ગુજરાતી હિન્દુ સેવા સમાજ, રામજી ભજન મંડલ, તથા લેનાસિયા યુવક મંડળના ઉપક્રમે ૧૮મે ૨૦૧૯ શનિવારના રોજ ગુજરાતના નામાંકિત કલાકાર શ્રી વિનોદભાઇ પટેલના ગીત-સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવે છે.

શ્રી રાધા ક્રિશ્ન મંદિર, ૧૫૫૦ સોમા સ્ટ્રીટ એકટોનવિલ્લે, બેનોની મુકામે યોજાનારો આ પ્રોગ્રામ બપોરે -૩૦ વાગ્યાથી શરૃ થશે.

અમરેલીના વતંની તથા રાજકોટ ગુજરાતના આંતર રાષ્ટ્રિય કલાકાર તથા ભજનીક શ્રી વિનોદભાઇ ધાર્મિક ગીતો, સેમી કલાસિકલ તેમજ ફોક ગીતો રજુ કરવા માટે સુવિખ્યાત છે બારતમાં ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર તેમના ભકિત સંગીતનું નિયમિત પ્રસારણ થાય છે. વિશ્વ વ્યાપ્ત તેમના ગુજરાતી ચાહકોના આગ્રહને વશ થઇને તેમણે અત્યાર સુધીમાં દેશ વિદેશોમાં ૩ હજાર ઉપરાંત પ્રોગ્રામો આપેલા છે. તેમને અનેક રાષ્ટ્રિય તથા આંતર રાષ્ટ્રિય  એવોર્ડથી મળેલા છે.

૧૮મેના રોજ યોજાનારા શ્રી વિનોદભાઇના પ્રોગ્રામ અંગે વિશેષ માહિતિ માટે શ્રી ચેતન ગુરૃજી ૦૭૩-૩૨૪-૬૯૦૬, શ્રી ભાવેશ લલ્લા ૦૬૭-૩૮૨-૪૧૯૧ અથવા શ્રી કિરણ પરસોતમ ૦૭૩-૪૯૩-૨૬૦૨નો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

(8:51 pm IST)