એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 11th May 2019

અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવારોના રિસર્ચ ડીરેકટર તરીકે ઇન્ડિયન તથા પાકિસ્તાની અમેરિકનનો દબદબોઃ જો બિડનના ડેપ્યુટી રિસર્ચ ડીરેકટર તરીકે પાકિસ્તાની મૂળની મહિલા સુશ્રી શરમીન તથા એમી કલોબુચરના રિસર્ચ ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી અંજન મુખરજીની નિમણુંક

વોશીંગ્ટનઃ ૨૦૨૦ની સાલમાં યોજાનારી અમેરિકાના પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર જો બિડનના ડેપ્યુટી રિસર્ચ  ડીરેકટર તરીકે પાકિસ્તાની અમેરિકન મહિલા સુશ્રી શરમીન ખાનની નિમણુંક થઇ છે.

તે જ પ્રમાણે અન્ય ઉમેદવાર એમી કલોબુચરના રિસર્ચ ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી અંજન મુખરજીની નિમણુંક થઇ છે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:06 pm IST)