એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 11th May 2019

પ્રવાસી વીઝા મેળવી બ્રિટન ગયેલા ભારતીય યુવાન હરદીપ સિંહને ૧ વર્ષની જેલસજાઃ વિમાનમાં પ્રવાસ દરમિયાન બાજુની સીટ ઉપર બેઠેલી યુવતિની એકલતાનો લાભ લઇ યોન શોષણ કરવાનો આરોપ પૂરવાર

લંડનઃ પ્રવાસી વીઝા મેળવી બ્રિટન ગયેલા ભારતીય યુવાન ૩૬ વર્ષીય હરદીપ સિંહને યૌન શોષણના આરોપસર માન્ચેસ્ટર કોર્ટએ ૧૨ મહિનાની જેલસજા ફરમાવી છે. જે પૂરી થયે તેને તૂરંત ભારત રવાના કરાશે.

હરદીપસિંહએ મુંબઇથી માન્ચેસ્ટર જઇ રહેલા વિમાનની લાંબી મુસાફરી દરમિયાન બાજુની સીટમાં બેઠેલી ૨૦ થી ૩૦ વર્ષની યુવતિ સાથે છેડછાડ શરૂ કરી તેની એકલતાને લાભ ઉઠાવવાની કોશિષ કરી હોવાનો આરોપ હતો. જે બદલ તેને ઉપરોકત સજા ફરમાવાઇ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:02 pm IST)