એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 16th May 2018

હજુ ૩ માસ પહેલા જ પત્‍ની શ્વેતા સાથે અમેરિકામાં સ્‍થાયી થયેલા પ્રવિણકુમાર સિંહાના મૃત્‍યુનો ભેદ હજુ સુધી અકબંધઃ ૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ સિનસિનાટી ખાતેના નિવાસ સ્‍થાનેથી મૃતદેહ મળી આવ્‍યો હતો

ઓહિયોઃ અમેરિકામાં સિનસિનાટી ઓહિયો સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર ૩૩ વર્ષીય પ્રવિણકુમારગ સિંહાનો મૃતદેહ ૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેમના નિવાસ સ્‍થાનમાંથી મળી આવ્‍યો હતો. જેમના મૃત્‍યુનો ભેદ હજુ સુધી અકબંધ છે. પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ જુન માસમાં આવ્‍યા પછી મૃત્‍યુ થવાનું સાચુ કારણ જાણી શકાશે. તેમના મૃતદેહ ઉપરથી નીકળેલા તારણ મુજબ મૃત્‍યુ આગલા દિવસે એટલે કે ૩ એપ્રિલ ૨૦૧૮ના રોજ થયુ હતું.

હજુ ૩ માસ પહેલાજ પત્‍ની શ્વેતા સાથે અમેરિકામાં સ્‍થાયી થયેલા પ્રવિણકુમારના મૃત્‍યુ સમયે તેઓ ઘરમાં એકલા હતા. તેમના પત્‍ની શ્વેતા તેમના કુટુંબીઓ સાથે એપ્‍લાન્‍ટા જયોર્જીયા મુકામે હતા.તેમના મૃત્‍યુનો ભેદ જાણવા તપાસ ચાલુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(11:05 pm IST)