એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 15th April 2021

ભારતીય મૂળના શ્રી વિનોદ ભીંડી ફીજીના માનદ કોન્સ્યુલ બન્યા : ફીજી સરકારે અમેરિકાના લોસ એંજલસમાં નિમણુંક આપી : ફિજીમાં જન્મેલા અને ઉછરેલા શ્રી ભીંડી જવેલરી બિઝનેસ , કોમ્યુનિટી સેવા ,તેમજ ચેરિટી ક્ષેત્રે સુવિખ્યાત

કેલિફોર્નિયા : અમેરિકાના લોસ એંજલસમાં ફીજીના માનદ કોન્સ્યુલ તરીકે ભારતીય મૂળના શ્રી વિનોદ ભીંડીની નિમણુંક થઇ છે.  ફિજીમાં જન્મેલા અને ઉછરેલા શ્રી ભીંડી જવેલરી બિઝનેસ માટે તથા કોમ્યુનિટી સેવા ,તેમજ ચેરિટી ક્ષેત્રે નામના ધરાવે છે.ફીજી સરકારે અમેરિકાના લોસ એંજલસમાં ફીજીના માનદ કોન્સ્યુલેટ તરીકે તેમને નિમણુંક આપી છે.

જવેલરી વ્યવસાય સાથે સંકળાયેલા શ્રી ભિંડી,  યુ.એસ.માં કુલ ચાર સ્થાનો સાથે કેલિફોર્નિયાના આર્ટેસિયામાં ભીંડી જ્વેલર્સનું મુખ્ય મથક ધરાવે છે.  તેમનો  જન્મ અને ઉછેર ફીજીમાં થયો હતો, તેઓ 1975 ની સાલમાં ઉત્તર અમેરિકામાં સ્થાયી થયા હતા.

ફીજીના માનદ કોન્સ્યુલ તરીકે નિમણુંક મળતા તેમણે જણાવ્યું હતું કે તેઓ લોસ એન્જલસમાં ફીજીના માનદ કોન્સ્યુલ તરીકેની ભૂમિકા નિભાવીને ફીજીમાં જન્મેલા અને ફીજી ઉછરેલા વ્યાવસાયિક તરીકે, હું વિશ્વના અન્ય ભાગોમાં પણ ફીજીના શ્રેષ્ઠ હિતોનું પ્રતિનિધિત્વ કરવાનો છું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)