એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th April 2019

'' ડિફેન્સ ઓફ ડેમોક્રેસી'' : ભારતની લોકસભાની ચૂંટણી બંધારણ તથા માનવ અધિકારોને રક્ષણ આપતી બની રહે : યુ.એસ.ના ન્યુયોર્કમાં આવેલી ભારતીય દુતાવાસ કચેરી ખાતે યોજાયેલી વિશાળ રેલીએ વિવિધતામા એકતાના દર્શન કરાવ્યા : હિન્દુ, શીખ, દલિત તથા મુસ્લિમ સહિત તમામ કોમોના અગ્રણીઓ તેમજ તમામ રાજકિય પાર્ટીના પ્રતિનિધીઓએ હાજરી આપી ચૂંટણી પર્વને સમર્થન આપ્યું.

         ન્યુયોર્કઃ '' ડિફેન્સ ઓફ ડેમોક્રેસી'' ભારતમાં લોકશાહી તથા બંધારણ જળવાઇ રહે તેમજ માનવ અધિકારોની રક્ષા થાય તે માટે  ભારતના ચૂંટણી પર્વને સમર્થન આપવા યુ.એસ. ના ન્યુયોર્કમાં આવેલ ભારતની કોન્સ્યુલેટ ઓફિસ ખાતે એકતા દર્શાવવા યોજાયેલી રેલીમાં વિશાળ સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન્સ ઉમટી પડયા હતા.

         ૬ એપ્રિલ ર૦૧૯ ના રોજ યોજાયેલી આ રેલીમાં જોડાયેલા ભારતીયોમાં સાયન્ટીસ્ટસ, એન્જીનીયર્સ, સર્વિસ વર્કર્સ, કોમ્પ્યૂટર પ્રોફેશ્નલ્સ, આર્ટિસ્ટસ, ડોકટર્સ, હિન્દુ, શીખ, દલિત, મુસ્લિમ, સહિત વિવિધ ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો.

         જેમાં ભારતની જુદી જુદી રાજકિય પાર્ટીના સમર્થકોએ સામેલ થઇ લોકશાહીના રક્ષણ માટે વિવિધતામા એકતાના દર્શન કરાવ્યા હતા. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:11 pm IST)