એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 16th April 2019

અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના એકમાત્ર હિન્દૂ મહિલા સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડના સમર્થકોની સંખ્યા 65 હજારને આંબી ગઈ : કોર્પોરેટ ગ્રુપ, લોબિસ્ટ, કે પોલિટિકલ એક્શન કમિટી પાસેથી નહીં પણ વ્યક્તિગત ડોનેશન લેતા સુશ્રી તુલસી ની લોકપ્રિયતા પ્રેસિડન્ટ પદના પ્રથમ 10 ઉમેદવારોની હરોળમાં

અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદ માટેના  ડેમોક્રેટ ઉમેદવાર એકમાત્ર  હિન્દૂ સાંસદ સુશ્રી તુલસી ગબ્બાર્ડના સમર્થકોની સંખ્યા 65 હજારને આંબી ગઈ છે. જે દેશના 20 સ્ટેટની છે.તેઓ કોર્પોરેટ કંપનીઓ લોબિસ્ટ કે પોલિટિકલ એક્શન કમિટી  પાસેથી ડોનેશન લેવાને બદલે વ્યક્તિગત નાગરિકો પાસેથી જ ડોનેશન તથા સમર્થન મેળવે છે.જે અમેરિકાના નિયમ મુજબ ઓછામાં ઓછા 65 હજાર સમર્થકોની સંખ્યા વટાવી ચુક્યા છે.

સુશ્રી તુલસી ગબ્બાર્ડ સૌપ્રથમવાર 2012 ની સાલમાં હવાઇમાંથી હિન્દૂ કોંગ્રેસવુમન તરીકે ચૂંટાઈ આવ્યા હતા.તેઓ કોલ્ડ વોર તથા ન્યુક્લિઅર રેસમાંથી દેશને મુક્ત કરી પ્રજા ઉપરનો આર્થિક બોજો ઘટાડવાના હિમાયતી છે.સોશિઅલ મીડિયામાં પણ તેમની લોકપ્રિયતા પ્રેસિડન્ટ પદના પ્રથમ 10 લોકપ્રિય ઉમેદવારોની હરોળમાં છે.

(12:03 pm IST)