એન. આર. આઈ. સમાચાર
News of Monday, 15th April 2019

" અકિલા " ના શિકાગો ખાતેના માનદ પ્રતિનિધિ તથા આપ્તજન શ્રી સુરેશભાઈ શાહનું દુઃખદ અવસાન : અચાનક હૃદયરોગનો હુમલો આવતા 6 એપ્રિલ 2019 ના રોજ અંતિમ શ્વાસ લીધા : 84 વર્ષની જૈફ વય સુધી સતત કાર્યરત રહેનાર કર્મનિષ્ઠ ફ્રીલાન્સ રિપોર્ટર શ્રી સુરેશભાઈની ચિર વિદાયથી તેમના ધર્મપત્ની શ્રીમતી કપિલાબેન શાહ,પુત્રો,પુત્રવધૂઓ,પુત્રીઓ,તથા પૌત્રો-પૌત્રીઓ સહિતના વિશાળ વડલા સમાન પરિવારે છત્રછાયા ગુમાવી : જૈન સોસાયટી ઓફ શિકાગો સહિતની વિવિધ સંસ્થાઓ,ચાહકો,તથા કોમ્યુનિટીમાં ફરી વળેલું શોકનું મોજું : સ્વ.શ્રી સુરેશભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે અકિલા પરિવારની શ્રદ્ધાંજલિ

શિકાગો :" અકિલા " ના શિકાગો ખાતેના માનદ પ્રતિનિધિ તથા આપ્તજન શ્રી સુરેશભાઈ શાહનું દુઃખદ અવસાન થયું છે. તેમને  અચાનક હૃદયરોગનો હુમલો આવતા 6 એપ્રિલ 2019 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.84 વર્ષની જૈફ વય સુધી સતત કાર્યરત રહેનાર કર્મનિષ્ઠ ફ્રીલાન્સ રિપોર્ટર શ્રી સુરેશભાઈની ચિર વિદાયથી તેમના ધર્મપત્ની શ્રીમતી કપિલાબેન શાહ,પુત્રો,પુત્રવધૂઓ,પુત્રીઓ,તથા પૌત્રો-પૌત્રીઓ સહિતના વિશાળ વડલા સમાન પરિવારે છત્રછાયા ગુમાવી છે. જૈન સોસાયટી ઓફ શિકાગો સહિતની વિવિધ સંસ્થાઓ,ચાહકો,તથા કોમ્યુનિટીમાં  શોકનું મોજું ફરી વળ્યું છે.સ્વ.શ્રી સુરેશભાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે અકિલા પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવે છે. 

શ્રી સુરેશભાઈ સી. શાહ (જન્મ: માર્ચ ૬, ૧૯૩૫) (અવસાન: અપ્રિલ ૬, ૨૦૧૯) શ્રી સુરેશભાઈ નો જન્મ સુરત પાસેના કાછોલી ગામે થયેલો. તેઓ શ્રી ૧૯૮૨માં અમેરિકા  શિકાગો ની નજીક બાર્ટલેટ ટાઉનમાં  રહેતા હતા. તેઓ શ્રીએ જૈન સોસાયટી શિકાગો માં છેલ્લા ૩૭  વર્ષથી જોડાયેલા હતા. તેમજ United Senior Pariwar  શિકાગોમાં સેક્રેટરી તરીકે છેલ્લા ૧૦  વર્ષથી સેવાઓ આપતા હતા. આ ઉપરાંત તેઓ શ્રી ફ્રીલેન્સ રેપોર્ટેરતરીકે  ‘અકિલા’,ગુજરાત સમાચાર,સંદેશ,ઇન્ડિયા પોસ્ટ,દિવ્ય ભાસ્કર  ગુજરાતી દૈનિક સામાયિક ના Midwest USA ખાતેના ના માનદ રીપોટર  તરિકેની સેવાઓ આપતા હતા. તેઓશ્રીને ૮૪ વરસની ઉમેરે અપ્રિલ ૬ના રોજ હાર્ટ અટેકનો  હુમલો આવવાથી બાર્ટલેટ મુકામે તેમનું અવસાન થયેલ. તેઓશ્રીના  બહોળા પરીવારમાં તેમના ધર્મ પત્ની કપીલાબેન શાહ , તેમના દીકરાઓ સૌમિન અને જાગૃતિ શાહ, સુકેતુ અને રૂપલ શાહ, પુત્રીઓમાં સુજાતા અને પ્રશાંત શાહ, સુનીતા અને સુનીતા અને ધીરેન સોલંકી. જયારે પોઉત્રો માં સ્ટીફની,પરીન,જય,સેહુલ,સાચી,સરીના, રોહિણી, અને સોહમ ને વિલાપ કરતા મુકતા ગયાછે. ૨૦૧૮ની સાલમાં United Senior  Pariwar ના પ્રમુખ શ્રી રમણભાઈના હસ્તે અનમોલ સેવાઓ બદલ  એ વાર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ. સૌ જનોએ પ્રાથના કરેલ કે તેમના પરિવારમાં આવી પડેલ આપતીમાં ભગવાન તેમના pariwarને દુખ સહન કરવાની શક્તિ આપે. તેજ ભગવાનને પ્રાથના. તેમની અંતિમયાત્રા શિકાગોના બોહ્મીયાન નેશનલ સેમીટરીમાં એપ્રીલ ૯ના રોજ રાખવામો આવેલ. જેમાં પટેલ બ્રધસના મફતભાઈ પટેલ, તથા અન્ય સંસ્થાઓ ના પ્રતિનિધીઓએ બહોળા પ્રમાણમાં હાજરી આપેલ.તેવું શ્રી જયંતીભાઈ ઓઝા દ્વારા જાણવા મળે છે.

વર્ષો સુધી અમેરિકા ખાતેના " અકિલા " ના વાચકોને વિઝા બુલેટિન સહિતના  છેલ્લામાં છેલ્લા સમાચારોથી વાકેફગાર રાખનાર અમારા શિકાગો ખાતેના માનદ પ્રતિનિધિ શ્રી સુરેશભાઈ શાહના દુઃખદ અવસાનથી અમે એક સંનિષ્ઠ અને પીઢ પ્રતિનિધિ ગુમાવ્યા : " અકિલા " ટીમના જુના જોગી શ્રી સુરેશભાઈ સાથેનો આત્મીય નાતો તથા ઘરોબો સદાય યાદ રહેશે : સમાચારોની આપ-લે માટે તેમની સાથે ફોનમાં થતી વાતચીત હજુ પણ કાનમાં ગુંજે છે : સ્નેહાળ વડીલ તથા અનુભવી ફ્રી લાન્સ રિપોર્ટરની ખોટ અમોને સદાય સાલશે : " અકિલા " ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા તથા akilanews.com ના એક્ઝિક્યુટિવ એડિટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા  NRI ડિપાર્ટમેન્ટ ,તેમજ સમગ્ર અકિલા પરિવાર સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલી પાઠવે છે તથા તેમના પરિવાર ઉપર આવી પડેલી આપત્તિ સહન કરવાની ઈશ્વર તેઓને શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે : ઓમ શાંતિ , ઓમ શાંતિ ,ઓમ શાંતિ

(12:00 am IST)