એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 13th April 2019

વૈશાખી ઉત્સવ ઉજવવા ભારતના ૨૨૦૦ ઉપરાંત શીખો પાકિસ્તાન પહોંચ્યાઃ ગુરૂ નાનકદેવના જન્મસ્થાન નનકાના સાહેબ સહિત જુદા જુદા પ્રાંતોમાં આવેલા ગુરૂદ્વારાની મુલાકાત લેશેઃ ગુરૂ નાનકદેવની ૫૫૦મી જન્મ જયંતિ નિમિતે ભારત સરકાર દ્વારા મોટી સંખ્યામાં વીઝા આપવાનું ચાલુઃ કરતારપુર કોરિડોર ખુલ્લો મુકાયો

લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા હસન અબ્દાલ ખાતેના ગુરૂદ્વારા પંજા સાહિબ ખાતે વૈશાખી ઉત્સવ ઉજવવા ભારતથી ૨૨૬૬ શીખો પાકિસ્તાન પહોંચ્યા છે. સ્પેશ્યલ ટ્રેન દ્વારા ગયેલા આ યાત્રિકોની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૦ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ગુરૂનનકાના સાહેબના જન્મસ્થાન સહિત પાકિસ્તાનના જુદા જુદા પ્રાંતોમાં આવેલા ગુરૂદ્વારાની મુલાકાત લેશે તથા ૨૧ એપ્રિલના રોજ ભારત પરત ફરવા માટે રવાના થશે.

ઉલ્લેખનીય છે ગુરૂનાનક દેવની ૫૫૦મી જયંતિ નિમિતે ભારત સરકાર મોટી સંખ્યામાં શીખ તીર્થ યાત્રાળુઓને પાકિસ્તાન જવા માટેના વીઝા મંજુર કરશે. તેમજ આ માટે કરતારપુર કોરિડોર પણ ખોલી નાખયામાં આવ્યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:41 pm IST)