એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 11th April 2019

હિન્દુ પરિવારની ર સગીર બહેનોનું જબરદસ્તી ધર્મ પરિવર્તન નથી કરાવાયુઃ તેમણે સ્વૈચ્છિક રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લગ્ન કર્યા છેઃ બંને બહેનોને પોતપોતાના પતિ સાથે રહેવાની મંજુરી આપતો પાકિસ્તાન હાઇકોર્ટનો ચૂકાદો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં વસતા હિન્દુ પરિવારની ર સગીર દિકરીઓનું અપહરણ કરી ફરજીયાત ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરાવી લેવાના આરોપમાં હાઇકોર્ટએ આપેલા ચૂકાદામાં જણાવાયા મુજબ આ બંને બહેનોનું ધર્મપરિવર્તન જબરજસ્તી નથી કરાવાયું તેમણે સ્વૈચ્છિક રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી  લગ્ન કર્યા  હોવાનું બયાન કર્યુ છે. તેથી આ બંને બહેના ૧૩ વર્ષીય રવિના તથા ૧૫ વર્ષીય રિના પોતપોતાના પતિ સાથે રહી શકે છે. તેવું સ્થાનિક સમાચાર સૂત્રના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(1:01 pm IST)