News of Thursday, 11th April 2019
અમેરિકાની ટોપ થિન્ક ટેન્ક ગણાતી ''કાઉન્સીલ ફોર ફોરેન રિલેશન્શ''માં ઇન્ડિયન અમેરિકન શ્રી અરૂણ એમ.કુમારની પસંદગી
વોશીંગ્ટનઃ અમેરિકાની ટોપ થિન્ક ટેન્ક ગણાતી ''કાઉન્સીલ ઓફ ફોરેન રિલેશન્શ''માં ઇન્ડિયન અમેરિકન ૬૬ વર્ષીય શ્રી અરૂણ એમ.કુમારની પસંદગી થઇ છે.
તેઓ આ અગાઉ ઓબામા શાસનમાં વહીવટી તંત્રમાં કોમર્શીઅલ ડિપ્લોમેટ તરીકે કામગીરી કરી ચૂકયા છે. તથા હાલમાં KPMG ભારતના ચેરમેન તથા ceo છે.
CFR માં પસંદગી થતા તેઓ આસીસ્ટન્ટ સેક્રેટરી ઓફ કોમર્સ ફોર ગ્લોબલ માર્કેટસ તથા ડીરેકટર જનરલ ઓફ યુ.એસ.એન્ડ ફોરેન કોમર્શીઅલ સર્વિસ તરીકે ફરજ બજાવશે. તથા અમેરિકાના વ્યવસાયને વિકાસ આપવાની કામગીરી બજાવશે.
(8:52 pm IST)