એન. આર. આઈ. સમાચાર
News of Friday, 15th November 2019

શોષણ તથા અપહરણનો ભોગ બનતા બાળકોની વહારે ઇન્ડિયન અમેરિકન ભાઈ બહેન કુશાન તથા મેઘના સરન : આવતીકાલ 16 નવેમ્બરના રોજ યુ.એસ.ના વર્જિનિયામાં દિવાળી પાર્ટીના આયોજન દ્વારા ફંડ ભેગું કરાશે : ટચ ઓફ લાઈફ ફાઉન્ડેશન નેજા હેઠળ કરાયેલું આયોજન

વર્જિનિયા : સમગ્ર વિશ્વમાં શોષણ અને અપહરણનો ભોગ બનતા બાળકોને મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન ભાઈ બહેન કુશાન તથા મેઘના સરન ટચ ઓફ લાઈફ ફાઉન્ડેશનના કો ફાઉન્ડર છે.જેઓ ભારત ગયા ત્યારે પૂજ્ય કૈલાસ સત્યાર્થીના આશ્રમની મુલાકાત વખતે અપહૃત બાળકો તથા ચાઈલ્ડ લેબરનો ભોગ બનતા બાળકોને જોઈને તેમનું હૈયું હચમચી ગયું હતું આથી અમેરિકા જઈને તેમણે બાળકો માટે ફાળો ઉઘરાવવા ઉપરાંત વસ્ત્રો સહીત મદદરૂપ થવા ઝુમ્બેશ ચલાવી જેના પરિણામે ઉપરોક્ત ટચ ઓફ લાઈફ ફાઉન્ડેશનની સ્થાપના થઇ જેના નેજા હેઠળ ફાઉન્ડેશનની ટિમ બાળકોનું અપહરણ થતું અટકાવવા તેમજ ચાઈલ્ડ લેબર રોકવા તમામ પ્રયાસો કરે છે અને દર વર્ષે પૂજ્ય કૈલાશ સત્યાર્થીના આશ્રમની મુલાકાત લ્યે છે.

2016 ની સાલમાં ફાઉન્ડેશન અસ્તિત્વમાં આવ્યા પછી 25 હજાર ડોલરની રકમ ભેગી થઇ ગઈ છે.જેનો ઉપયોગ ઉપરોક્ત હેતુ માટે કરવામાં આવે છે.

ઉમદા હેતુ માટે વધુ રકમ ભેગી કરવા આવતીકાલ 16 નવેમ્બરના રોજ

યુ.એસ.ના વર્જિનિયામાં દિવાળી પાર્ટીનું આયોજન કરાયું છે.જેમાં આપનારું ડોનેશન ટેક્સ ફરી છે.વિશેષ વિગત touchoflifefnd.org દ્વારા મળી શકશે

(12:00 am IST)