એન. આર. આઈ. સમાચાર
News of Friday, 15th November 2019

" ‘EducateAKid’ " : કેરાલામાં વસતા જરૂરિયાતમંદ હિન્દૂ મલયાલી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી પગભર કરવા યુ.એસ.ના કેલિફોર્નિયામાં યોજાઈ ગયેલો ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ : 55000 ડોલર ભેગા થઇ ગયા

સાઉધર્ન કેલિફોર્નિયા : કેરાલામાં વસતા જરૂરિયાતમંદ હિન્દૂ મલયાલી બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી પગભર કરવા તથા  પરિવારના તારણહાર બનાવવા  અમેરિકામાં કાર્યરત OHM ચેરિટીના ઉપક્રમે  તાજેતરમાં 2 નવેમ્બરના રોજ લેક ફોરેસ્ટ સાઉધર્ન કેલિફોર્નિયામાં એજ્યુકેટ એ કિડ 14 મો વાર્ષિક બેન્કવેટ એન્ડ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ યોજાઈ ગયો. " જેમાં 55 હજાર ડોલર ભેગા થઇ ગયા હતા.

આ રકમના ઉપયોગથી ઓછામાં ઓછા 150 પરિવારોને મદદરૂપ થઇ શકાશે તેવું ઓર્ગેનાઈઝેશનના હોદેદારોએ  ફંડ રેઇઝિંગ પ્રોગ્રામમાં જણાવ્યું હતું

આ તકે  વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજાયા હતા તથા ડિનરનું આયોજન કરાયું હતું

(7:02 pm IST)