એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th October 2021

સિંગાપોરમાં સ્થાયી થયેલી કેન્સર પીડિત ભારતીય મૂળની મહિલાની છેલ્લી ઈચ્છા મેડિકલ ટીમે પુરી કરી : ભારત સ્થિત બે સંતાનોને મળવા જવાની વ્યવસ્થા કરી આપી

સિંગાપોર : સિંગાપોરનું નાગરિકત્વ ધરાવતી ભારતીય મૂળની મહિલા રામમૂરથી રાજેશ્વરી ગળાના કેન્સરથી પીડાઈ રહી હતી. તે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઇ રહી હોવાથી તેણે પોતાના ભારત સ્થિત બે સંતાનોને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી સિંગાપોરની મેડિકલ ટીમે તેની ઈચ્છા પુરી કરવા તેને ભારત જવા માટેની વ્યવસ્થા કરી આપી હતી.

આ મહિલાને એક 12 વર્ષીય અને બીજું 9 વર્ષીય સંતાન છે.તેનું વતન તામિલનાડુ છે. મહિલા અને તેના પતિએ જાન્યુઆરી 2019 માં સિંગાપુર જતી વખતે બંને સંતાનોને સબંધીને ત્યાં મૂક્યા હતા.જ્યાં જવા માટે તેને કોવિદ સંજોગો વચ્ચે પણ 27 જૂન 2020ના રોજ તેની છેલ્લી ઈચ્છા પુરી કરવા માટે જવાની તમામ વ્યવસ્થા સિંગાપોરની મેડિકલ ટીમે કરી દીધી હતી..તેવું તેના પતિ રાજગોપાલને સમાચાર સૂત્રને જણાવ્યું હતું.વતનમાં પહોંચ્યા પછી બે સપ્તાહ બાદ તેનું મૃત્યુ થયું હતું.તેની ઉંમર 44 વર્ષ હતી.
રાજેશ્વરીના પતિએ સિંગાપુર મેડિકલ ટિમ તથા સત્તાવાળાઓનો આભાર માન્યો હતો.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:01 pm IST)