News of Tuesday, 15th October 2019
અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરિસના ચૂંટણી કમ્પેનમાં શ્રી રામ વિલ્લીવાલમની નિમણુંકઃ ઇલિનોઇસ સ્ટેટ સેનેટર શ્રી રામ સાઉથ એશિઅન મતદારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે
ઇલિનોઇસઃ યુ.એસ.સેનેટર તથા ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરીસના ચૂંટણી પ્રચારમાં એડવાઇઝર તરીકે ઇલિનોઇસ સ્ટેટ સેનેટર ઇન્ડિયન અમેરિકન શ્રી રામ વિલ્લીવાલમ નિમણુંક આપવામાં આવી છે. તેઓ સાઉથ એશિઅન મતદારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે.
ઉલ્લેખનીય છે કે શ્રીરામ ઇલિનોઇસ લીડરશીપ કાઉન્સીલમાં સમાવિષ્ટ ૧૫ લોકોમાં સ્થાન હાંસલ કરી ચૂકયા છે. પ્રિલીમીનરી ચૂંટણી માર્ચ ૨૦૨૦માં યોજાશે.
(8:13 pm IST)