એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 15th June 2019

''આઓ હુઝૂર તુમકો સિતારોમેં લે ચલું'': યુ.એસ.માં પસેઇક કાઉન્ટી, ન્યુજર્સી સીનીઅર સીટીઝન એશોશિએશનના ઉપક્રમે યોજાઇ ગયેલો સંગીત સંધ્યા પ્રોગ્રામઃ લલિત્યા મુનશાએ ગાયેલા ગુજરાતી હિન્દી જુના નવા ગીતો, તથા ભજનોથી સિનિયરો ખુશખુશાલ

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ''૨૦૧૯ સંગીત સંધ્યા ''પ્રોગ્રામ... પસેઇક કાઉન્ટી, ન્યૂજર્સી, સિનિયર સિટિઝનસને અર્પણ!

પસેઇક, ન્યુજર્સીઃ ઇન્ડિયન અમેરિકન સિનિયર સિટિઝન એસોસિયેશન, પસેઇક કાઉન્ટી, ન્યુજર્સી ઇન્ક.સંસ્થાએ તા.૮મી જુન ૨૦૧૯ના દિવસે પસેઇક હાઇ સ્કુલમાં ''સંગીત સંધ્યા''નો કાર્યક્રમ એસોસિયેશનના સભ્યોના મનોરંજન માટે દર વર્ષ પ્રમાણે સંસ્થાની પરંપરા અનુસાર આયોજનો હતો. એવો કાર્યક્રમ જેમાં ફકત મનોરંજન હોય, અને કોઇ ભાષમ-બાજી કે હાર-તોરા વિગેરેના હોય, એ લક્ષ્યમાં રાખી, સંસ્થાની કાર્યવાહક કમિટીએ બે-ત્રણ મહિના પહેલા જોર-શોર થી તૈયારી શરૂ કરી હતી.

નસીબજોગે ભારતમાં જાણીતા સંગીત-ગાયિકા MS.  લલીત્યા મુનશાનો સંપર્ક થયો જે હાલ અમેરિકામાં સંગીત પ્રોગ્રામમો આપવામાં આવ્યા હતા.

સંજોગ વસાત એમના સ્કેડયુલમાં આપણી તારીખ ફીટ થઇ ગઇ!! અને એમને સાંભળવાનો લ્હાવો સંસ્થાના મેમ્બરો અને કુટુંબી જનોને મળ્યો.

આમ નવા વર્ષની શરૂઆત, તથા આકરી શીતકાળ ઋતુને વિદાય અને વસંત ઋતુને આવકારવા, સુગમ સંગીતની સાથે સુંદર સંધ્યાકાળ ભોજનનું આયોજન કર્યુ આશરે ૪૦૦ જેટલા સભ્યો, તેમના સગા અને મિત્રો સાથે, ઉપસ્થિત થયા હતા. બીજી બધી સંસ્થાઓના આમંત્રિત મુખ્ય અધિકારીઓ પણ આવ્યા હતા.

Ms. લલીત્યા મુનશાના કલાકાર ગ્રુપમાં શ્રી અભિજીત મેલ ગાયક તરીકે હતા. ચાર વાજિંત્રકાર ગિતાર, તબલા, તબલચીનો સાથી અને કીબોર્ડ માટે તતથા .ઓપરેટર અને હેલ્પર, એમ આઠ જણનું ગ્રુપ હતું.

બપોરે ચાર વાગ્યાથી લોકો આવવા લાગ્યા હતા.  એ દરમ્યાન કલાકાર ગ્રુપ sound system ગોઠવવામાં લાગી ગયા. ભોજનમાં ખાસ શ્રીખંડ-પૂરી-બટેટા વડા-મિક્ષ શાક-ટીંડોળા-વાલની દાલ-દઢી-ભાત-અથાણાં વિગેરેનો આસ્વાદ માણવા સહુ સોસિઅલાઇઝિંગ કરતા આરામથી ગોઠવાઇ ગયા અને ૬ વાગ્યા સુધીમાં બધાએ જમી લીધું.

લગભગ સાડા છ વાગે બધા સંગીત-સંધ્યાનો આનંદ માણવા ઓડીટોરીયમમાં એકત્રિત થઇ ગયા. કમિટી મેમ્બર શ્રી યોગેશ નાણાવટીએ પ્રાર્થના ગાઇને કાર્યક્રમની શરૂઆત કરી. સેક્રેટરી શ્રી મુકેશ પંડ્યાએ સૌને આવકાર આપતા બે શબ્દો કહી, પ્રમુખશ્રી અમરતલાલ ગાંધીને વર્ષ દરમિયાન સદ-ગતિ પામેલા સંસ્થાના સભ્યોને શ્રધ્ધાંજલિ અર્પિત કરવા માઇક સોંપ્યુ. શ્રધાંજલિ પછી પ્રમુખશ્રીએ સંસ્થાની પ્રવૃતિ વિષે જાણકારી આપી. સેક્રેટરીએ સૌનો આભાર માન્યો અને ખાસ કમિટી મેમ્બર શ્રી યાકુબભાઇ પટેલને ન્યુજર્સીના સમસ્ત indian Senior Citizen Organizationsની સર્વોપરી સંસ્થા FISANAના પ્રેસિડેન્ટ થવા બદલ અભિનંદન આપ્યા. એમના સુપુત્ર શ્રી સલીમ પટેલની હાલમાં પસેઇક કાઉન્ટીની ચૂંટણીમાં સફળતા પર પણ શુભેચ્છા આપી.

ત્યારબાદ શ્રી યાકુબ ભાઇએ બીજી સંસ્થાઓમાંથી આવેલ મહેમાનોની ઓળખાણ કરાવી જેમાં વિશેષ શ્રી રમણભાઇ શાહ- IASONJ, શ્રી બાબુભાઇ પટેલ- Bridgewater, શ્રી રજનીકાંત પટેલ- Parsipanny, શ્રી વિષ્ણુભાઇ પટેલ- Edison,શ્રી વિષ્ણુભાઇ પટેલ-Parsipanny, શ્રી પોપટલાલ પટેલ- Middlesex,શ્રી ચીનુભાઇ શાહ- Ciifton, Berhen County ના શ્રી સુર્યકાન્તભાઇ શુકલા સહ-પત્ની શ્રીમતી મુદલાબેન સાથે, શ્રી રાજ રાણા- Rana Samaj, શ્રીમતી કાંતાબેન પટેલ- FISANA અને શ્રી રતિલાલ પટેલ Edison.

હવે સંગીત રેલાવા માટે પ્રથમ Ms.લલીત્યા એ શરૂઆત કરી...'' આઓ હુઝુર તુમકો સીતારો મેં લે ચલું...'', ''યે શમા હૈ યે પ્યારકા...'', ''અજીબ દાસ્તા હૈ યે...'' વિગેરે ગીતો થી અભિજીતે સોલો ગીત ગાયા જેમકે ઙ્ગ'ઙ્ગજબ દીપ જલે આના..'', ''કભી-કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ..'' અને રાજ કપુરનું સદાબહાર ગીત'' મેરા જૂતા હૈ જાપાની...'' સાંભળી પ્રેક્ષકો નાચવા લાગ્યા અને સ્ટેજ પર આવી ગયા!!

બંનેએ duets પણ ગયા. Ms.લલીત્યાએ ગુજરાતી ગીતો ગાયા જેમકે ''સાંવરિયો રે મારો સાંવરિયો...'' ગુજરાતી સંગીત પ્રોગ્રામ અને ગરબાના હોય? ગરબાની રમઝટ જમાવી, સ્ટેજની બરોબર સામે, જેમાં બેનો સાથે સંસ્થાના સેક્રેટરી મુકેશ પંડ્યા પણ જોડાયા'!

પછીતો ગીતોની ફરમાઇશ શરૂ થઇ ગઇ, એક પછી એક...! ભજનોમાં ''એક રાધા એક મીરા'', ''પ્રેમરતન ધન પાયો...'' વિગેરે. રાગ 'યમન' પર આધારિત સુંદર Medley પ્રસ્તુત કર્યુ. ફરમાઇશો માં ''માડી તારૃં કંકુ ખર્યુ ને સુરજ ઉગ્યો.. જગ માથે જાણે પ્રભુતાએ પગ મુકયો...'' ગાઇને લોકોને સ્વ. અવિનાશ વ્યાસની યાદ અપાવી અને અંબેમાની સ્તુતિ સંભળાવી.

લગભગ સાડા દશ વાગે પ્રોગ્રામ ખતમ થયો. આમ સાડા ત્રણથી ચાર કલાક મધુર સુગમ સંગીતની મજા માણી, સર્વે સભ્યો, તેમના આગામી પીકનીક, મંદિર પ્રવાસ વિગેરે પ્રોગ્રામોની સુંદર અપેક્ષા સાથે ઘેર ભેગા થઇ ગયા. સંસ્થા તરફથી TVASIAનો ખાસ આભાર કે અમારા સુંદર કાર્યક્રમને લાઇવ કવરેજ આપ્યું.

તેવું શ્રી યોગેશ નાણાવટીના અહેવાલ થકી શ્રો ગોવિંદ શાહની યાદી જણાવે છે.

(8:48 pm IST)