એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 15th June 2019

ભારતીય વિદ્યા ભવન USAના ઉપક્રમે વિવિધ કાર્યક્રમોની ભરમારઃ ૧૯ જુનના રોજ પંડિત તેજેન્દ્ર મજમુદારનો વર્કશોપઃ ૨૦ જુનના રોજ વૈશ્નવ સંતોના પદો રજુ કરતા પુસ્તકનું વિમોચનઃ ૨૨ જુનના રોજ કવિ સંમેલન સહિત ૩૦ જુન ૨૦૧૯ સુધી ભરચક્ક કાર્યક્રમોનો લહાવો

ન્યુયોર્કઃ અમેરિકામાં ભારતીય વિદ્યાભવન USA તથા કોલકતા સિતાર સ્કૂલના સંયુકત ઉપક્રમે ૧૯ જુન ૨૦૧૯ના રોજ પંડિત તેજેન્દ્ર મજમુદારના વર્કશોપ તથા માસ્ટર કલાસનું આયોજન કરવામાં આવ્યું છે.

૩૦૫, સાતમો એવન્યુ, ૧૭મો માળ, ન્યુયોર્ક મુકામે યોજાનારા આ વર્કશોપનો સમય સાંજે ૫-૩૦ કલાકનો રાખવામાં આવ્યો છે. તથા એડમિશન ફી ૪૦ ડોલર રાખવામાં આવી છે.

આગામી ૨૦ જુન ૨૦૧૯ના  ડો.પી.જયરામન સંકલિત વૈશ્નવ વૈશ્નવ સંતોના પદોનું પુસ્તક THE ALWARSનું લોંચીંગ કરાશે.

૨૨ જુન ૨૦૧૯ના રોજ કવિ સંમેલન તથા 'કાવ્ય તરંગ' બુકનું લોચીંગ કરાશે. જેમાં ૧૬ કવિઓના કાવ્યોનું સંપાદન કરાયું છે. જેનો સમય સાંજે ૫ થી ૯ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.

૨૯ જુન ૨૦૧૯ના રોજ ભારતીય વિદ્યા ભવન તથા કોલકતા સિતાર સ્કુલના સંયુકત ઉપક્રમે શ્રી વિનય દેસાઇના સંતુર તથા શ્રી મીર નકીબુલ ઇસ્લામના તબલાની જુગલબંધ પેશ કરાશે. જેનો સમય સાંજે ૬-૩૦ કલાકનો છે. તથા એડમિશન ફ્રી ૧૫ ડોલર છે.

૩૦ જુન ૨૦૧૯ના રોજ નૃત્ય રજની ''વિશ્વ નૃત્યુ'' પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. નર્તન રંગ ડાન્સ એકેડમીના ઉપક્રમે યોજાનારા આ નૃત્ય પ્રોગ્રામનું સ્થળ Adelphi યુનિવર્સિટી પર્ફોમીંગ આર્ટસ સેન્ટર, ૧ સાઉથ એવન્યુ ગાર્ડન સીટી, ન્યુયોર્ક રાખવામાં આવ્યું છે  તથા સમય સાંજે પાંચ વાગ્યાનો છે જેમાં એડમિશન ફી ૨૫ ડોલર છે તેવું ભારતીય વિદ્યા ભવન USA દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)