એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th June 2018

''ઇલાઇટ ફોર્ટી અન્ડર ફોર્ટી''માં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન મહિલા એન્જીનીઅર સુશ્રી શાંથાકુમારી રાજેન્દ્રનઃ મિચીગન સેનેટર ગેરી પિટર્સએ અભિનંદન પાઠવ્યા

મિચીગનઃ યુ.એસ.માં ઓકલેન્ડ સ્થિત ઇન્ડિયન અમેરિકન મહિલા સંશોધક સુશ્રી શાંથાકુમારી રાજેન્દ્રનએ ''ઇલાઇટ ફોર્ટી અન્ડર ફોર્ટી''માં સ્થાન મેળવતા મિચીગન યુ.એસ.સેનેટર ગેરી પિટર્સએ તેમને અધિકૃત કર્યા છે.

૩૬ વર્ષીય સુશ્રી શાંથાકુમારી કે જેઓ પાનાસોનિક ઓટોમેટિવમાં સ્ટાફ એન્જીનીયર છે જેમણે જુદા જુદા ૧૦ પેટન્ટ યુ.એસ.ની પેટન્ટ ઓફિસમાં રજીસ્ટર કરાવ્યા છે. જે ઓટોમેટીવ ક્ષેત્રે અકસ્માતો ઘટાડવા તથા ડ્રાઇવીંગ ક્ષેત્રે માર્ગદર્શન આપનારા હોવાથી મિચીગન સેનેટરએ તેની નોંધ લીધી છે તથા આ નવા સંશોધનો બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે.

સુશ્રી સાંથાકુમારીએ ભારતમાંથી કોમ્યુટર સાયન્સ એન્જીનીયરીંગ સાથે ગ્રેજ્યુએટની ડીગ્રી મેળવેલી છે. તથા યુ.એસ.માંથી માસ્ટર્સ ઇન મેનેજમેન્ટની પદવી પ્રાપ્ત કરેલી છે

(8:17 pm IST)