એન. આર. આઈ. સમાચાર
News of Friday, 15th March 2019

બંધારણને કંઈ નુકશાન થયું તો, ભીમા કોરેગાંવ ફરી કરી દઈશું :હુંકાર રેલીમાં ભીમ આર્મીની લલકાર

સરકાર પર દલિતોની અવગણવા અને અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો

નવી દિલ્હીઃ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે દિલ્હીના જંતર મંતરના રામલીલા મેદાનમાં બહુજન હુંકાર રેલીમાં વડાપ્રધાન મોદીને આડે હાથ લેતા સરકાર પર દલિતોની અવગણવા કરવી અને તેમની પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે. આઝાદનું કહેવું છે કે, જરૂર પડી તો, ભીમ આર્મી ભીમા કોરેગાંવ જેવી સ્થિતિ ફરી પેદા કરશે, પંરતુ અત્યારે તેની કોઈ જરૂર નથી.

   એક રેલીને સંબોધતા ભીમ આર્મીના પ્રમુખે કહ્યું કે, અત્યાચારી-અત્યાચારી હોય છે, તે ક્યારેય પણ તમારું સારુ ન ઈચ્છી શકે. ચંદ્રશેખર આઝાદે કહ્યું કે, તેઓ ક્યાંય પણ ભીમા કોરેગાંવ જેવી સ્થિતી પેદા કરી શકે છે.

ભીમા આર્મીના પ્રમુખ આઝાદે કહ્યું કે, વોટ આપતા પહેલા રોહિત વેમુલાની શહાદતને યાદ રાખજો, અત્યાચારી-અત્યાચારી હોય છે. મનુવાદીઓ ક્યારે તમારા માટે સારા ન હોઈ શકે છે. જે દિવસે બંધારણને નુકસાન થયું, એ દિવસે ભીમા કોરેગાંવ ફરી કરી દઈશું. 

   અત્રે ઉલ્લેખનીય છે કે, બહુજન હુકાર રેલીમાં શરદ યાદવ અને JNUના અધ્યક્ષ એન. સાઈ બાલાજી જંતર મંતર પહોંચ્યાં હતા.

(12:00 am IST)