મહિલા પેસેન્જરનું અપહરણ કરી સેક્સી હુમલો કરવા બદલ ઇન્ડિયન અમેરિકન ઉબર ડ્રાઇવર દોષિત પુરવાર : વધુમાં વધુ આજીવન કેદની સજા થઇ શકે
મેનહટન : યુ.એસ.માં હોવર્ડ બીચ ન્યુયોર્ક સ્થિત ઉબર ડ્રાઇવર ઇન્ડિયન અમેરિકન યુવાન 25 વર્ષીય હરબીર પરમારએ તેની ટેક્સીમાં પ્રવાસ કરી રહેલી યુવતીને મેનહટનથી વ્હાઇટપ્લેઇન લઇ જવાને બદલે રાત્રીના એકાંતનો લાભ લઇ જુદે રસ્તે લઇ જઈ તેના ઉપર સેક્સી હુમલો કર્યાનો આરોપ પુરવાર થતા ફેડરલ કોર્ટએ તેને દોષિત ગણ્યો છે.
ફેબ્રુઆરી 2018 માં બનેલી આ ઘટના મુજબ સલામત મુસાફરીની અપેક્ષાએ મહિલાએ ઉબર ટેક્સી ભાડે કરી હતી તથા મુસાફરી દરમિયાન તે પાછળની સીટમાં નિશ્ચિન્ત બની સુઈ ગઈ હતી તેથી એકાંતનો લાભ લઇ ટેક્સીને બોસ્ટન તરફના રસ્તે લઇ જઈ નિર્જન સ્થળે ઉભી રાખી પાછલી સીટમાં સૂતેલી યુવતી ઉપર સેક્સી હુમલો કરતા યુવતીએ વિરોધ નોંધાવ્યો હતો તથા તેને રસ્તા વચ્ચે છોડી મુકાતા ફરિયાદ નોંધાવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.